અમદાવાદના ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં બાળકોને નમાજ પઢાવાતો વીડિયો થયો વાયરલ થયો હતો. જેને લઈને હિંદૂ સંગઠનોમાં રોષ જોવા મળ્યો. હિંદૂ સંગઠનોએ સ્કુલમાં હનુમાન ચાલીસાના પાઠ કરીને વિરોધ નોંધાવ્યો તેમજ શાળામાં નમાઝ પઢાવનારા શિક્ષકને માર માર્યો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી ક્લોરેક્સ ફ્યૂચર સ્કુલમાં ઈદની ઉજવણી નિમિત્તે બાળકોને નમાજ પઝાવવામાં આવી હતી. જેને લઈને આજે હિંદૂ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો અને નમાજ પઢાવનારા શાળાના શિક્ષકને માર માર્યો હતો. વિવાદ બાદ શાળા તરફથી માફીપત્ર આપવામાં આવ્યું છે.
શાળામાં ઈદની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવેલા આ કાર્યક્રમનો આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ શાળા તરફથી માફી માંગવામાં આવી છે.