Shankersinh Vaghela એ Surat ની પથ્થરમારાની ઘટનાના ષડયંત્ર મામલે કહ્યું- સામાન્ય ઘટનાને મોટું રુપ આપવામા આવે છે

September 10, 2024

Surat Stone Pelting : સુરતમાં (Surat) ગણેશ પંડાલ (Ganesh pandal) પર પથ્થરમારાની (Stone Pelting) ઘટનાથી સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. સુરતના સૈયદપુરામાં (saiyadpura) 8 સપ્ટેમ્બરને રવિવારે રાત્રે ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો જે બાદ અહીં ભારેલા અગ્નિજેવી સ્થિત સર્જાઈ હતી. રોષે ભરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશનનો પણ ઘેરાવો કરી લીધો હતો અને આરોપીઓને તાત્કાલિક પકડીને સજા કરવાની માંગ કરવામા આવી હતી. ત્યારે પોલીસે સવાર પડતા સુધીમાં આરોપીઓને ઘરમાં ઘૂસીને તાળા તોડીને આરોપીઓને ઝડપી લીધા હતા ત્યારે આ કેસની તપાસમાં ખુલાસો થયો છે કે, રિક્ષામાં આવી છ કિશોરે પથ્થરમારો કર્યો હતો. અને આ એક પૂર્વ આયોજિત કાવતરુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારે આ મામલે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું (Shankersinh Vaghela) નિવેદન સામે આવ્યું છે. હિંમતનગર ખાતે મીડિયાને સંબોધતા તેમને સુરતની ઘટના મામલે નિવેદન આપ્યુ હતુજેમાં તેમને આ ઘટનાને સામાન્ય ગણાવી હતી.

શંકરસિંહ વાઘેલાએ સુરતની પથ્થરમારાની ઘટના પર આપી પ્રતિક્રિયા

શંકરસિંહ વાધેલાએ જણાવ્યું હતુ કે, તે સામાન્ય ઘટનાને મોટું રુપ આપવામા આવે છે. ક્યારેક નેચરલ બનતું હોય છે તેને લોકો પોત પોતાની રીતે ઉછાળતા હોય છે. આવા સમયે આવી વસ્તુ ના ઉછાળાય, કંઈક બન્યું હોય તો તેને વાત ચીત કરીને ઠંડું પાડી દેવાય , વધુમાં ગુજરાતની રાજનિતીનિ વર્તમાન પરિસ્થિતિ પર તેમણે કહ્યુ હતુ કે, અહીં કંઈ પરિસ્થિતિ જેવું છે જ નહીં. સરકાર જેવું છે જ નહીં , રામ રાજમાં પ્રજા સુખી તે તેમને ગુજરાતમાં જોવા મળશે. અહીં સચિવાલયમાં રામ રાજ જોવા મળશે જયશ્રી રામ કહેશો તો બધુ કામ થઈ જાય.

સુરતની ઘટનામાં થયો મોટો ઘટસ્ફોટ

ઉલ્લેખનીય છે કે, જયારે જયારે ગુજરાતના રમખાણો ચર્ચામાં આવે છે ત્યારે હંમેશા 2002નાં એ રમખાણોની વાત થાય છે, જ્યાં ગોધરામાં અયોધ્યાથી હિંદુ કારસેવકોને લઈને પરત ફરી રહેલી ટ્રેનના એક ડબ્બામાં આગ લગાવી દેવામાં આવી હતી અને જેમાં 60 જેટલા લોકો માર્યા ગયા હતા.ત્યારે સાંપ્રદાયિક હિંસા ક્યારે કયું સ્વરુપ ધારણ કરી લે તે કશુ નક્કી હોતું નથી.ત્યારે આવી કોમી હિંસા ભડકાવનારા તત્વો પર કાબુ મેળવવો ખુબ જરુરી છે. સુરતમાં આ ઘટના અચાનક બની ગયેલી ઘટના નથી તે વાતનો ખુલાસો થયો છે. આ શાંતિ ડહોળવા માટેનું એક પૂર્વઆયોજિત કાવતરું હતું. કેમકે આ ઘટનામાં કિસોરોનો પણ ઉપયોગ કરવામા આવ્યો છે. આ કિશોરને પથ્થરો મારવાનું કોણે શિખવાડ્યું તે દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે જાણકારી મુજબ છેલ્લા ત્રણ મહિનાથી આ માટેનું પ્લાનિંગ ચાલતું હતું ત્યારે પોલીસે પણ આ ઘટનાને સામાન્ય પથ્થરમારાની ઘટનાની જેમ લીધી નથી પરંતુ કડકાઈથી કાર્યવાહી કરી રહી છે તેવામાં શક્તિસિંહ વાઘેલાનું આ નિવેદન વિવાદમાં આવ્યું છે

આ પણ વાંચો : Uttarakhand માં ભૂસ્ખલન, વધુ ત્રણ મૃતદેહ મળ્યા, મૃત્યુઆંક 4 પર પહોંચ્યો, હજુ વધુ લોકો દટાયા હોવાની આશંકા

Read More

Trending Video