IRS Sameer Wankhede : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું (Maharashtra Assembly Elections) બ્યુગલ વાગી ગયું છે અને ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. પક્ષોએ વિધાનસભાની ચૂંટણી માટે અનેક મહત્વકાંક્ષી ઉમેદવારોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે આ બદાની વચ્ચે મહારાષ્ટ્રમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમ IRS અધિકારી સમીર વાનખેડે વિધાનસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરશે તેવી વાત સામે આવી રહી છે.
ચર્ચાસ્પદ IRS અધિકારી સમીર વાનખેડેની રાજકારણમાં એન્ટ્રી
જાણકારી મુજબ સમીર વાનખેડે શિવસેના એકનાથ શિંદેના જૂથમાં સામેલ થવા જઈ રહ્યા છે. તેમજ સમીર વાનખેડેમુંબઈથી ધારાવી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.જો કે સમીર વાનખેડેએ હજુ સુધી આ અંગે સત્તાવાર માહિતી આપી નથી. જો તેઓ રાદકારણમાં પ્રવેશે છે તો તેમને પહેલા તેમને IRSના પદ પરથી રાજીનામું આપવું પડશે અને આ રાજીનામું કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે સ્વીકારવું પડશે. ત્યાર બાદ તેમનો રાજનીતિમાં પ્રવેશવાનો રસ્તો સાફ થઈ જશે.
સમીર વાનખેડે ધારાવીથી ચૂંટણી લડે તેવી શક્યતા
મહત્વનું છે કે, વિધાનસભાની ચૂંટણી માટે મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે બેઠક ફાળવણી ચાલી રહી છે અને ઉમેદવારોની યાદી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. તેથી કયા પક્ષને કેટલી બેઠકો મળે છે તેના પર સૌનું ધ્યાન છે. ત્યારે ધારાવીમાં વર્ષા ગાયકવાડ ધારાસભ્ય હતા. પરંતુ વર્ષા ગાયકવાડ લોકસભા ચૂંટણી જીતી ગયા. તેથી વર્ષા ગાયકવાડને બદલે તેમની નાની બહેન જ્યોતિ ગાયકવાડને મહાવિકાસ આઘાડી દ્વારા ટિકિટ આપવામાં આવશે તેવી ચર્ચા છે. જો જ્યોતિ ગાયકવાડને નોમિનેશન મળે છે તો આ વર્ષની ચૂંટણીમાં મહાયુતિમાંથી જ્યોતિ ગાયકવાડ અને સમીર વાનખેડે ચૂંટણી લડે તેવી શક્યતા છે.
સમીર વાનખેડે આ કેસને કારણે આવ્યા હતા ચર્ચામાં
સમીર વાનખેડે આઈઆરએસ અધિકારી છે . તેઓ કોર્ડેલિયા ક્રૂઝ કેસ દરમિયાન ચર્ચામાં આવ્યા હતા. અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન પર સમીર વાનખેડે દ્વારા કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ કેસમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ મામલાની સમગ્ર દેશમાં ચર્ચા થઈ હતી. આ કેસ દરમિયાન સમીર વાનખેડે મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. સમીર વાનખેડે વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને ખંડણીનો કેસ નોંધવામાં આવ્યો હતો.