અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જવાન કિરણભાઈ દેવજીભાઈ લકુમે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠિરાયા ગામનો વતની પોલીસ જવાને રામોલ વિસ્તારમાં પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
કિરણભાઈ લકુમ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં PCR વાનમાં ફરજ બજાવતા હતા. તેમણે હીરાબા સ્કૂલ પાસેની સોસાયટીમાં પોતાના ઘરે આપઘાત કરી લીધો છે. આપઘાતનું પાક્કુ કારણ સામે આવ્યું નથી પરંત પારિવારિક સમસ્યાઓના કારણે તેમણે આપઘાત કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ આ મામલે રામોલ પોલીસ તપાસ કરી રહી છે.