ડ્રગ્સની સિન્ડિકેટને નેતૃત્વ કોણ આપે છે તેની તપાસ થવી જોઈએ : મનીષ દોશી

April 14, 2025

Gujarat Congress : ભારતીય કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) અને ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા ગુજરાતની (Gujarat) દરિયાઈ સરહદ પરથી ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતની દરિયાઈ સરહદ પરથી લગભગ 300 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ 1800 કરોડ રૂપિયા છે.ત્યારે ગુજરાતમાંથી ડ્રગ્સ ઝડપાવા મુદ્દે ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે તેમજ તેમણે સરકાર પર સવાલો પણ ઉઠાવ્યા છે.

ગુજરાતમાંથી ડ્રગ્સ ઝડપાવા મુદ્દે મનીષ દોશીએ કર્યા આકરા સવાલો

મનીષ દોશીએ જણાવ્યું હતુ કે, ગુજરાતનું યુવાધન અને દેશનું યુવાધન બરબાદ થાય, ડ્રગ્સના રવાડે ચડે. આ નશાનો કરોબારો બેરોકટોક ચાલી રહ્યો છે. ગુજરાત ડ્રગ્સનું પ્રવેશ દ્વારા બની ગયું છે. ડ્રગ્સ બનાવવાના કારખાના ચાલી રહ્યા છે. કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઠલવાય અને ભાજપ સરકાર વાહવાહી કરી રહ્યું છે.મનીષ દેશીએ સવાલ કર્યો છે કે, અજાણ્યા શખ્સો નાખી દે છે તેવું સામે આવે છે. તો ડ્રગ્સના આકાઓ કેમ નથી પકડાતા? ખાનગી બંદર પરથી અનેક વખત ડ્રગ્સ પકડાય છે પણ કોઈ તપાસ નથી થતી.વધુમાં તેમણે માંગ કરી છે કે, ડ્રગ્સની સિન્ડિકેટને નેતૃત્વ કોણ આપે છે તેની તપાસ થવી જોઈએ.

શક્તિસિંહ ગોહિલે આપી પ્રતિક્રિયા

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે અને ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાવા મુદ્દે ભાજપ પર પ્રહારો કર્યા છે તેમણે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ગઈ રાત્રિના ગુજરાતના દરિયાકિનારેથી 1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ ઝડપાયું:ગુજરાત ડ્રગ્સ દાણચોરીનું પ્રવેશદ્વાર બની ગયું છે . ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાતા હોય છે. યુવાધનને બરબાદ કરનાર ડ્રગ્સના વેપારને રોકવામાં સરકાર સંપૂર્ણ નિષ્ફળ રહી છે . ડ્રગ્સની હેરાફેરી કરનારના ભૂતકાળમાં બીજેપી નેતાઓ સાથેના કનેક્શન ઉજાગર થયા છે . ગુજરાતના ભવિષ્ય એવા યુવાનો અંગે ચિંતાનો વિષય છે . ભ્રષ્ટાચાર અને હપ્તાખોરી અસામાજિક પ્રવૃતિ વધવાનું કારણ છે .

આ પણ વાંચો કડીનો એક કરંટ ભાજપના લોકોને સાવધાન કરી દેશે : Shankarsinh Vaghela

Read More

Trending Video