કોંગ્રેસ પથ્થરબાજોને જેલમાંથી છોડાવવા માંગે છે, Amit Shahનો હરિયાણામાં હુંકાર

September 23, 2024

Amit Shah: દેશના ગૃહમંત્રી અમિત શાહ આજે હરિયાણાના પ્રવાસે છે. તેમણે ફતેહાબાદના ટોહાના અને યમુનાનગરના જગધરીમાં રેલીઓ યોજી હતી. આ દરમિયાન તેમણે જાગધરીમાં જાહેર સભામાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, “તેઓ કહી રહ્યા છે કે જે આતંકવાદીઓ જેલમાં છે, જે પથ્થરબાજો જેલમાં છે. તેઓને છોડી દેવામાં આવશે. હું કહું છું કે જ્યાં સુધી દરેક બીજેપી કાર્યકર્તા જીવિત છે ત્યાં સુધી અમે હરિયાણા, પંજાબ અને કાશ્મીરમાં આતંકવાદને વધવા નહીં દઈએ.

પોતાના સંબોધનમાં શાહે કોંગ્રેસ સરકારને ભ્રષ્ટ અને ગુંડાઓનું શાસન ગણાવ્યું હતું. તેમણે કહ્યું, “એક સમય હતો જ્યારે હરિયાણામાં એક સરકાર આવી, ભ્રષ્ટાચાર વધ્યો અને જ્યારે બીજી સરકાર આવી તો ગુંડાગીરી વધી.”

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે ભાજપ પોતાની તમામ તાકાત લગાવી રહ્યું છે. અમિત શાહે પોતાની રેલીમાં વધુમાં કહ્યું કે, અમે 10 વર્ષમાં આટલી નોકરીઓ આપી છે, તમારે કોઈ ખર્ચ કે સ્લિપ ચૂકવવી પડી? તેમણે વધુમાં કહ્યું કે, “કોંગ્રેસ સરકારમાં નોકરીઓ વહેંચવાનું કામ કોંગ્રેસના દલાલો કરતા હતા. જ્યારે ભાજપ સરકારમાં પોસ્ટમેન ઘરે આવીને નિમણૂક પત્ર પહોંચાડે છે. કોંગ્રેસ કહી રહી છે કે જે આતંકવાદીઓ જેલમાં છે, પથ્થરબાજો જેલમાં છે. તેમને છોડવામાં આવશે. હું કહું છું કે જ્યાં સુધી ભાજપના દરેક વ્યક્તિમાં જીવ છે ત્યાં સુધી અમે આવું થવા દઈશું નહીં.

અમે આ માંગણીઓ પૂરી કરી

શાહે વધુમાં કહ્યું, “હું કોંગ્રેસ પાર્ટીને કહેવા માંગુ છું કે, હરિયાણા છેલ્લા 40 વર્ષથી ‘વન રેન્ક, વન પેન્શન’ની માંગ કરી રહ્યું હતું. સેનાના જવાનો આની માંગ કરી રહ્યા હતા. પરંતુ કોંગ્રેસે આ તરફ ધ્યાન આપ્યું ન હતું. તમે 2014માં મોદીજીને વડાપ્રધાન બનાવ્યા અને 2015માં સરકારે આ માંગ પૂરી કરી. સૈનિકોના બેંક ખાતામાં લાખો અને કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જનસભા દરમિયાન શાહે કહ્યું, અમે 10 વર્ષમાં આટલી નોકરીઓ આપી. તમારે ક્યાંય લાંચ આપવી પડી? કોંગ્રેસ સરકારમાં નોકરીઓ વહેંચવાનું કામ કોંગ્રેસના દલાલો કરતા હતા. “ભાજપ સરકારમાં પોસ્ટમેન ઘરે આવીને નિમણૂક પત્ર પહોંચાડે છે.”

આ પણ વાંચો: Chhattisgarhમાં સુરક્ષાદળોને મોટી સફળતા, નારાયણપુરમાં 3 નક્સલી ઠાર

Read More

Trending Video