Congress : ગુજરાતમાં અત્યારે સુરત તક્ષશિલા અગ્નિકાંડથી લઈને રાજકોટ અગ્નિકાંડ સુધીની ઘટનાઓ દરેક પક્ષ માટે રાજકીય મુદ્દાઓ રહ્યા છે. આ પ્રકારની દુર્ઘટનાઓમાં પણ રાજીયા રોટલા શેકવા કોઈ પાછળ રહેતું નથી. અત્યારે સંસદનું ચોમાસુ સત્ર ચાલે છે. આ સત્ર દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમુક મુદ્દાઓ સંસદમાં ઉઠાવવાની માંગ કરી હતી. પરંતુ સંસદમાં આ મુદ્દાઓ પર રાહુલ ગાંધીનો અવાજ દબાવી દેવામાં આવ્યો. ભાજપના શાસનમાં બનેલી આ ઘટનાઓમાં ન્યાયની માંગણી સાથે આ મુદ્દાઓ પહોંચાડવાના હતા. પરંતુ ભાજપે તે થવા દીધું નહિ. તેથી હવે આ મુદ્દાઓ પ્રેસ મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પહોંચાડી રહ્યા છે. જેને લઈને આજે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરી છે…
લોકસભામાં વિરોધપક્ષના નેતાશ્રી @RahulGandhi રાહુલ ગાંધીજીએ નિયમો અને પ્રણાલિકા મુજબ લોકસભા અધ્યક્ષશ્રી પાસે આજે ગુજરાતમાં માનવસર્જિત દુર્ઘટનાના ભોગ બનેલા લોકો વિશે તાત્કાલિક જાહેર મહત્વનો મુદ્દો ઉઠાવવાની પરવાનગી માંગી હતી. કમનસીબે સંસદમાં ઝીરો અવર્સમાં અધ્યક્ષશ્રી તરફથી રાજ્યના… pic.twitter.com/wgkWb3rvvH
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) August 9, 2024
આ પણ વાંચો : Hindenburg : હિંડનબર્ગની ચેતવણી, ‘ભારતમાં કંઈક મોટું થવાનું છે!’ હવે કોનો વારો છે ?