Congress Rally : વડોદરામાં કોંગ્રેસની જનઆક્રોશ રેલી યોજાઈ, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ સરકાર પર કર્યા આકરા પ્રહાર

September 12, 2024

Congress Rally : ગુજરાતમાં તાજેતરમાં આવેલા પૂરના કારણે લોકોનું જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. જે બાદ હવે વડોદરામાં લોકો ભાજપના નેતાઓને જ ધુત્કારી રહ્યા હોય તેવી પરિસ્થિતિ છે. સરકાર દ્વારા કોઈપણ પ્રકારની સહાય પૂરી પાડવામાં આવી નથી. ત્યારે કોંગ્રેસ (Congress Rally) હવે આ મુદ્દે સરકારની સામે મેદાને ઉતરી છે અને પૂર પીડિતોને સાથે રાખી આજ રોજ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વડોદરા તેમજ જિલ્લાના પૂર પીડિતો ઉપસ્થિત રહ્યા હતા. અને સરકારને આડે હાથે લીધી હતી. વડોદરામાં જન આક્રોશ રેલી (Congress Rally)માં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ સરકારને સણસણતા સવાલ કર્યા હતા.

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના નેતાઓ તેમજ કોંગ્રેસ નેતા અમિત ચાવડા, ગુજરાતના પ્રભારી મુકુલ વાસનીક, તેમજ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં રેલી (Congress Rally)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસની સભા સયાજીનગર ગૃહ ખાતે યોજવમાં આવી હતી. ત્યારબાદ ત્યાંથી જ પગપાળા વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે રેલી પહોંચી હતી. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા કરવામાં આવેલ નિવેદન કે વડોદરાવાસીઓ ઘરમાં ટ્યૂબ, દોરડા અને તરાપા રાખો. તેનો વિરોધ કરવા કોંગ્રેસના આગેવાનોએ બોટ તેમજ ટાયર લઈ વિરોધ દર્શાવ્યો હતો. જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પૂરમાં મૃત્યુ પામનાર લોકોને 25 લાખનું વળતર સરકારે આપવું જોઈએ. વિશ્વામિત્રી ઉપર ગેરકાયદેસર દબાણ કરેલા છે તે તાત્કાલિક દૂર કરવા જોઈએ .તેમજ કેશડોલ તરીકે 300 રૂપિયાની જગ્યાએ સર્વે કરી યોગ્ય વળતર પૂર પીડિતોને આપવા જોઈએ તેવા કુલ 21 જેટલા પ્રાથમિક મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા.

ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે શું કહ્યું ?

આ મુદ્દે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યુ કે, PM નરેન્દ્ર મોદીને તમે વડોદરામાંથી જીતાડી સત્તામાં પહોંચાડ્યા હતા. જનતા ઉપર દુઃખનો પહાડ તૂટ્યો ત્યારે PM નરેન્દ્ર મોદી લોકોની મદદ માટે ન પહોંચ્યા. વડોદરામાં ભારે વરસાદને કારણે પુરની પરિસ્થિતિ સર્જાઇ હતી. જગતના તાત ખેડૂતને હજારો એકર ખેતીમાં ભારે નુકસાન થયુ છે. રાજ્યમાં અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. આ પરિસ્થિતિમાં સરકારે લોકો માટે કામ કરવું જોઈએ તે નથી કર્યું. પીડિતોને રાહત અને તેમના પુનર્વસન માટે સરકારે યોગ્ય ધ્યાન ન આપ્યુ.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે શું કહ્યું ?

સરકાર વડોદરાની જનતાને લોલીપોપ આપે છે કે, 1200 કરોડનો પ્રોજેક્ટ બનાવીશુ એટલે વડોદરા નહિ ડૂબે. સરકારની લોકોને 20 લાખની સહાય પર કહ્યું કે, તેમાં નીચે નાના અક્ષરે શરતો લાગુ લખ્યું છે. કે સરકારની શરતો ઠગવાની શરતો છે. સરકારે સહાય જનઆક્રોશ રેલી પછી કેમ જાહેર કરી તેના પર કટાક્ષ કર્યો હતો.

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ શું કહ્યું ?

આપણે સરકારની ભીખ નથી જોઈતી, આપણે ટેક્સ ભરીએ છીએ અને તેના લીધે સીએમ અને મેયરનો પગાર થાય છે. તો આજે આપણે પોતાનો હક અને અધિકાર માટે ભેગા થયા છીએ. જ્યાં સુધી વડોદરાવાસીઓને ન્યાય ન મળે, ગેરકાયદેસર દબાણને તોડી પાડવામાં ન આવે અને બીજીવાર આવું પૂર ન આવે તેના નક્કર પગલાં સરકાર ન લે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રાખવી.

આ પણ વાંચોGujarat Congress : કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે વડોદરામાં સરકાર પર કર્યા આકરા પ્રહાર, ગૃહ રાજ્યમંત્રીનો આક્રમક જવાબ

Read More

Trending Video