Congress Protest : રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રસ્તા પર ચક્કાજામ કરતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ

June 15, 2024

Congress Protest : રાજકોટમાં 25 મેના રોજ એક કરુણાંતિકા સર્જાઈ હતી. રાજકોટના TRP ગેમઝોન (Rajkot TRP Game Zone)માં અચાનક સાંજે આગ લાગી હતી. આ આગે માત્ર થોડી જ ક્ષણોમાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું અને અંદર લોકો ફસાઈ ગયા. આ ઘટના સર્જાઈ ત્યારે ત્યાં અંદાજે 300 જેટલા લોકો હાજર હતા. જયારે આખા ગેમઝોનમાં આગ લાગી ત્યારે ત્યાં ઘણા લોકો ફસાઈ ગયા અને આ આગમાં અંતે 12 બાળકો સહીત 27 લોકો જીવતા ભડથું થઇ ગયા હતા. ત્યારબાદ તેમાં SIT ની રચના કરી તપાસ હાથ ધરવામાં આવી. જેના વડા સુભાષ ત્રિવેદી (Subhash Trivedi)ને બનાવવામાં આવ્યા છે. પરંતુ કોંગ્રેસ SIT ટીમમાંથી સુભાષ ત્રિવેદીને હટાવી અને પારદર્શક ન્યાયિક તપાસ થાય તેવી માંગ સાથે આજે રાજકોટ (Rajkot)માં વિરોધ પ્રદર્શન (Congress protest) કરી રહ્યું છે.

Congress Protest

પીડિતોને ન્યાય આવવા કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

રાજકોટમાં થયેલ અગ્નિકાંડ મામલે કોંગ્રેસે કહ્યું હતું કે તેઓ 15 જૂને કલેક્ટર કચેરી આવેદન પાઠવવા જશે અને ત્યાં ઉગ્ર વિરોધ નોંધાવશે. હવે આ સમગ્ર મામલે આજે કોંગ્રેસના ગુજરાતના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, જિજ્ઞેશ મેવાણી, વિમલ ચુડાસમા સહીત કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો આજે આવેદન પત્ર પાઠવશે. જે બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજાશે. પ્રદર્શન દરમિયાન બનાસકાંઠા સાંસદ ગેનીબેન સહિત કોંગ્રેસના નેતાઓ ગેમઝોન અગ્નિકાંડના પીડિત પરિવારોને પણ મળશે અને સાંત્વના પાઠવશે. તેમની માંગ છે કે જ્યાં સુધી સીટના વડા સુભાષ ત્રિવેદીને બદલવામાં નહિ આવે અને પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવા કોંગ્રેસની તૈયારી છે.

રાજકોટમાં અત્યારે કોંગ્રેસ દ્વારા બહુમાળી ભવન ચોકમાં દેખાવો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ હાલ ત્યાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું હોવાથી રસ્તાઓ પર ચક્કાજામની સ્થિતિ ઉભી થઇ ગઈ છે. જેના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું છે. રસ્તાઓ પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચોAmreli : આરોહી જીંદગીની લડાઈ હારી ગઈ, 17 કલાક સુધી બોરવેલમાં ફસાયા બાદ દોઢ વર્ષની બાળકીનું મોત

Read More

Trending Video