Congress Protest : ગુજરાતમાં આજથી વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆત થઇ છે. આ સત્રની શરૂઆત પહેલા જ વિધાનસભાની બહાર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. હવે આ મામલે વિરોધ પક્ષના ધારાસભ્યો બેનરો પહેરી દેખાવો કર્યા હતા. અને સાથે જ સરકાર પ્રશ્નોના જવાબ આપતી ન હોવાની પણ વાત કહી હતી. આ વિરોધ દરમિયાન વિરોધ પક્ષના ધારાસભ્યોએ વિધાનસભા બહાર “બંધ કરો બંધ કરો લોકશાહીની હત્યા બંધ કરો” અને “ચર્ચા કરો, ચર્ચા કરો, પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરો” જેવા નારાઓ પણ લગાવ્યા હતા.
આ વિરોધ દરમિયાન હવે વિરોધ પક્ષના ધારાસભ્ય અમિત ચાવડાએ કહ્યું હતું કે, “સરકાર શા માટે આટલું ટૂંકું સત્ર બોલાવે છે. જો તેમણે ખરેખર પ્રજાના પ્રશ્નોની ચર્ચા જ કરવી હોય તો સત્ર ખરેખર લાંબુ ચલાવવું જોઈએ. સત્રમાં અમે પ્રશ્નો પૂછીએ પરંતુ સરકારને જવાબ આપવામાં રસ નથી. અમે હરણી કાંડ હોય કે રાજકોટ અગ્નિકાંડ હોય કે ભૂતિયા શિક્ષકોનો મામલો હોય અમે આ દરેક ઘટનાઓ મામલે સત્રમાં અવાજ ઉઠાવીએ છીએ. છતાં સરકાર આ મામલે કઈ જ કરતી નથી.”
આ પણ વાંચો : Bharat Bandh : ગુજરાતમાં ભારત બંધન એલાનને સમર્થન, અરવલ્લી અને જામનગરમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યું