Bharat Jodo Nyay Yatra: ભાષણની શરુઆતમાં જ મલ્લિકાર્જૂન ખરગેએ કહયું, કે, જો અમારી સાથે હંમેશા દરેક મીટીંગમાં જોડાય છે પરંતુ ક્યારેક ક્યારેક અમારા તરફ ધ્યાન નથી આપતા તેનું શુ કારણ છે તેનો મને પણ ખ્યાલ નથી, અહીં જેટલા પણ મીડિયાના લોકો આવ્યા છે તે અમારા છે પરંતુ તે માલિક લોકો તેમને સુધરવા નથી દેતા. એટલા માટે તે અમને મુશ્કેલમાં નાખે છે અને ક્યારેક ક્યારેક મોટી સભાઓ થાય છે તેમાં નાનકડી જાહેરાત અમને મળે છે. પરંતુ સૌથી વધારે જાહેરાત તમે ટીવી ખોલો ત્યારે મોદી ની ગેરંટી , સ્વીચ ઓફ કરો ઓન કરો ત્યારે તેમ જ દેખાય કેમ કે પૈસા બહુ છે જાહેરાત માટે એટલા માટે તે લોકો આજે ખુબ પ્રચાર કરી રહ્યા છે.
મલ્લિકાર્જુન ખડગેના ભાજપ પર પ્રહાર
જ્યારે કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવી છે ત્યારે તે ગરીબોનો વિચાર કરતી આવી છે. સૌથી પહેલા તો પંડિત જવાહર લાલ નહેરુંએ બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં સંવિધાન બનાવ્યું અને આજે તે સંવિધાનથી જ તમને જે સુવિધાઓ મળી રહી છે પંડિત જવાહર લાલ નહેરુ અને બાબા સાહેબ આંબેડકરના આશિર્વાદથી મળી રહી છે.
પરિવારવાદને લઈને નિવેદન
અમને કહે છે ગરીબો માટે કોંગ્રેસે શું કર્યું, આખો દિવસ એક જ વાત કર્યા કરે છે પરિવારવાદ પરિવારવાદ કેટલીવાર એક જ વાત કરશો, દરેક મીડિંગમાં એક જ વાત કરે છે. તમે શું કામ કર્યુ તે બતાવો, પડિત જવાબહ લાલ નહેરુ, રાજીવ ગાંધી, ઈંદિરા ગાંધી એ શું કર્યું અમે બતાવીએ તમે શું કર્યું તે કહો, કંઈકને કંઈક કહીને સમાજમાં ભાગલા પાડવા , તેમના ધારાસભ્યો, સાંસદો, આદિવાસીઓ પર અત્યાચાર કરે છે. ગરીબ લોકો પર અત્યાચાર કરે છે એટલા માટે લોકોએ દેશની ગાદી પર બેસાડ્યા ? દેશના લોકોની સેવા કરવાના બદલે નાની નાની વાત પર ટીકા ટીપ્પણી કરતા હોય છે.
રામ મંદિર મુદ્દે પ્રહાર
વધુમાં તેમણે રામ મંદિરને લઈને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, રામ મંદિર બનાવ્યું પરંતુ આ મંદિરમાં તમે આદિવાસી રાષ્ટ્રપતિ મૂર્મુને કેમ ન બોલાવ્યા ? તમે દેશના રાષ્ટ્રપતિનું અપમાન કર્યું સંસદનું ઉદ્ગાટન કર્યું ત્યારે પણ રાષ્ટ્રપતિને બોલાવ્યા કેમ ન બોલાવ્યા કેમ કે તે અપવિત્ર હોય છે. તે તમારા વિચારો છે તેના પહેલા પાર્લામેન્ટની નીવ રાખી ત્યારે રાષ્ટ્રપતિ કોણ હતા રામનાથ કોવિંદ તે પણ એક આદિવાસી નેતા હતા તેમને પણ તેઓએ આવવા ન દીધા, પહેલા તો લોકોને તમારી સાથે લો, યુવાઓ,મહિલાઓને સાથે નથી લેતા અને બીજાની ટીકા કરે છે.
રાજસ્થાનમાં ભાજપે વિકાસના કામ અટકાવ્યા : ખડગે
હિન્દુસ્તાન મારો પરિવાર છે તેવી વાત કરે છે તો આખા દેશ માટે વિચારોને પરંતુ તે RSS માટે વિચારે છે. ભાજપના નેતાઓ માટે શું કરનું આજ તમારા વિચારો છે પરંતુ જનતા જાગી છે. મોદીએ જે કર્યુ તે વોટ માટે કર્યું લોકો માટે કંઈ નથી કર્યું , આપણે તેનાથી બચવાનું છે. કાયદાને બચાવવો હોય તો કોંગ્રેસને લાવવી પડશે, ભાજપ કાયદાને કમજોર બનાવે છે તેને કમજોર બનાવવાના નેતા મોદી છે. જે રાજસ્થાનમાં વિકાસ માટે કર્યું તેને બંધ કરાવવાની કોશિશ કરી.
યુવાઓને પાંચ ગેરંટી
વધુમાં તેમણે પાંચ ગેરંટી આપતા જણાવ્યું કે, જે રાહુલ ગાંધીની ઈચ્છા છે કે યુવાઓને આગળ વધારવા છે બેરોજગારી દુર કરવાની છે. પહેલો પોઈન્ટ ભરતી ભોરોસો, યુવાઓને ભરતી ભરોસાની ગરંટી આપી જે ખાલી જગ્યાઓ છે તેમાં ભરતી કરાશે અને યુવાઓને એક દિશા અપાવશે.
બીજુ દેશના દરેક સ્નાતકને 1 લાખ રૂપિયાનો હક આપવામાં આવશે. તેમણે દરેક યુવાનોને એપ્રેન્ટિસશીપનો અધિકાર આપવાની વાત કરી હતી.
પેપરલીકેજથી મુક્તી, આજે દેશમાં વર્ષો સુધી ભરતી નથી થતી ભરતી થાય છે તો પેપર નથી થતા પેપર થાય છે તો પેપર ફૂટે છે. તેના જવાબદાર કોણ છે
કાયમી ભરતી કરીશું
ઘણા યુવાનો ઓલા-ઉબેર અને ડિલિવરીનું કામ કરે છે અને તેમને ગીગ વર્કર કહેવામાં આવે છે. અમે તેમની સામાજિક સુરક્ષા માટે રાજસ્થાનમાં કાયદો બનાવ્યો હતો, અમે તે કાયદો સમગ્ર ભારતમાં લાગુ કરવાના છીએ.
પાંચમુ યુવા રોશની, દેશના તમામ જિલ્લાઓ માટે રૂ. 5,000 કરોડનું સ્ટાર્ટ-અપ ફંડ. 40 વર્ષથી નીચેના યુવાનો લાભ મેળવી શકશે.
આ પણ વાંચો : Bharat Jodo Nyay Yatra : નેત્રંગમાં રાહુલ ગાંધીની ન્યાયયાત્રામાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા પણ જોડાશે