Congress NyayYatra : ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ, મોરબી ઝૂલતા બ્રિજ તૂટવાની ઘટના, વડોદરા હરણી બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડમાં જેવી મોટી દુર્ઘટનાઓ સર્જાઈ છે. આ દરેક દુર્ઘટના પાછળ કોઈને કોઈ ભ્ર્ષ્ટાચારીઓનો હાથ છે. હવે આ બધી ઘટનાઓમાં અત્યારે લોકો માત્ર ન્યાયની માંગણી કરી રહ્યા છે. પરંતુ ગુજરાતમાં નેતાઓ પોતાના રાજકીય રોટલા શેકવા માટે તૈયાર જ હોય છે. ત્યારે એક તરફ આ પીડિતોને ન્યાય મળે અને દોષિતોને સજા મળે તે માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા (Congress NyayYatra) શરુ કરવામાં આવી છે. ત્યારે રાજકોટ અગ્નિકાંડના પીડિતો આ ન્યાયયાત્રામાં નહિ જોડાય તેવું તે લોકોએ જણાવ્યું છે.
ગુજરાતમાં અત્યારે કોંગ્રેસની ન્યાયયાત્રાની શરૂઆત થઇ છે. ત્યારે સુરત તક્ષશિલા અગ્નિકાંડના પીડિત પરિવારોએ પહેલા જ આ ન્યાય યાત્રામાં જોડાવાની ના પડી દીધી છે. ત્યારે હવે રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો પણ આ ન્યાયયાત્રામાં નહિ જોડાય. આ સમગ્ર ઘટના મામલે અને કોંગ્રેસની ન્યાયયાત્રા નીકળે તે પહેલા જ ગઈકાલે ભાજપના નેતાઓ આ પીડિત પરિવારોને મળવા પહોંચ્યા હતા. જે બાદ તેમને આ પરિવારોને એ હદે સમજાવ્યા કે કોઈ આ ન્યાયયાત્રામાં જોડાવવા તૈયાર નથી.
અગ્નિકાંડના પીડિત પરિવારના સભ્યોએ જણાવ્યું કે, ગઈકાલે અમારી ભાજપના નેતાઓ સાથે મુલાકાત થઇ છે. અને તેમને કહ્યું છે કે અમને પૂરતી આર્થિક સહાય કરશે અને સાથે જ આ મામલે પૂરતો ન્યાય અપાવવાની પણ ખાતરી કરી છે. સાથે જ તેઓનું તો કહેવું છે કે અત્યારે જે રીતે તપાસ ચાલી રહી છે તે બરોબર જ છે. સરકાર અમને ન્યાય અપાવશે તેવી અમને ખાતરી જ છે.
આ પણ વાંચો : Narmada : આજે આદિવાસી દિવસની ઉજવણી, બે આદિવાસી યુવકને માર મારવાના વિરોધમાં કેવડિયા અને ગરુડેશ્વર બંધનું એલાન