કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સંસદમાં ઉઠાવ્યો ગૌ માતાનો મુદ્દો, જાણો શું માંગણીઓ કરી

August 6, 2024

Congress MP Ganiben Thakor : ગુજરાત કોંગ્રેસના  (Gujarat Congress) ફાયરબ્રાન્ડ માનવામાં આવતા સાંસદ ગેનીબેન ઠાકોર (Ganiben Thakor) આ દિવસોમાં ખુબ ચર્ચામાં રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં (Loksabha Election) ભાજપની (BJP) હેટ્રિક રોકવામાં સફળતા મેળવ્યા બાદ ગેનીબેન ઠાકોરમાં નવો જ ઉત્સાહ આવ્યો છે. ગેનીબેન ઠાકોર સંસદમાં (Parliament) જનતાના મુદ્દાને ઉઠાવી રહ્યા છે. અગાઉ તેમણે ચાંદીપુરા વાયરસનો (Chandipura virus) મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે હવે તેમને ગૌ માતાનો (cow mother) મુદ્દો પણ સંસદમાં ઉઠાવ્યો છે. ગેનીબેન ઠાકોરએ માંગણી કરી હતી કે, ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે અને ગૌ વંશ પર હત્યાનો પ્રતિબંધ આવતો કાયદો લોકસભામાં લાવવામાં આવે.

ગેનીબેન ઠાકોરે સંસદમાં ઉઠાવ્યો ગૌ માતાનો મુદ્દો

લોકસભામાં મોદી સરકાર 3.0નું પ્રથમ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આ સત્ર દરમિયાન ગુજરાતના કોંગ્રેસના એક માત્ર સાંસદ ગેનીબેન ઠાકોરે સંસદમાં ગૌ માતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ગેનીબેન ઠાકોરએ પોતાના ભાષણ દરમિયાન ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી હતી. આ સાથે ગેનીબેને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે જગદગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદની પદયાત્રાનો પણ ઉલ્લેખ કર્યો. સાંસદ ગેનીબેન ઠાકોરએ સંસદમાં ઉઠાવેલ આ મુદ્દાને જગદગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેયર કર્યો છે અને શંકરાચાર્યએ તેમની આ માંગની પ્રશંસા પણ કરી છે.

જગદગુરુ શંકરાચાર્યએ ટ્વિટ કરી પ્રસંશા કરી

જગદગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદએ ટ્વીટર પણ ગેનીબેનનો વીડિયો શેયર કરતા લખ્યું છે કે, “પરમારાધ્ય જ્યોતિષપીઠાધીશ્વર જગદગુરુ શઙ્કરાચાર્ય જી મહારાજની પ્રેરણાથી ગોભક્ત આદરણીય ગેનીબેન ઠાકોરે આજે સંસદમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની વાત ઉઠાવી. શઙ્કરાચાર્ય જીની પદયાત્રાનો ઉલ્લેખ પણ કર્યો.”

પશુપાલન અને ડેરી મંત્રાલય વિભાગ માટે કરી આ માંગ

ગેનીબેન ઠાકોરે કહ્યું, કેન્દ્ર સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલય વિભાગ નિયંત્રણ અંતર્ગત જે પણ માંગ છે, તેની ચર્ચા માટે એક તક મળી આ માટે રાહુલ ગાંધીનો આભાર વ્યક્ત કરું છું. આ વિભાગમાં 7137.68 કરોડ ફાળવવામાં આવી છે તેમાં વધારો કરવામાં આવે.

સંસદમાં ઉઠાવ્યો ગૌ માતાનો મુદ્દો ઉઠાવતા કરી આ માંગ

વધુમાં તેમણે કહ્યું હતું કે, દેશના સાધુ સંતો મહંતો, જ્યોતિષપીઠાના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજ પદયાત્રા કરીને ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તે માટે સરકાર પાસે માંગણી કરી રહ્યા છે. ત્યારે ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે અને ગૌ વંશ પર હત્યાનો પ્રતિબંધ આવતો કાયદો લોકસભામાં લાવવામાં આવે એવી હું માંગણી કરું છું.

પશુપાલકો માટે કરી આ માંગ

આ સાથે ગાયોની નિભાવણી માટે તમામ ગૌશાળાઓને પશુદીઠ 100 રુપિયા પ્રતિદીઠ આપવામા આવે તે પણ હું માગણી કરુ છું. ગૌ માતાના દુધમાંથી જે પણ બનાવવામા આવે તો ખુબ જ ગુણકારી હોય છે. ત્યારે પ્રાકૃતિક ખેતમાં પણ ગાયના ગોબરની ખુબ જરુર હોય છે. ત્યારે પશુની ખરીદી કરવામા આવે અને પશુપાલક તેનો ઈન્શ્યોરન્સ લે છે ત્યારે તેના પર 18 ટકા જીએસ ટી લાગુ કરવામા આવે છે. તો ત્ જીએસ ટી હટાવી દેવામાં આવે.

 ગૌચર જમીન ઉદ્યોગપતિઓને ન આપવામાં આવે તેવી માંગ

આ સાથે ભારતમાં ચાલતા તમામ કતલ ખાનાઓમાં કઈ પાર્ટીએ ક્યા કતલખાનાઓ પાસેથી કેટલું ફંડ લીધું નામ જાહેર કરવામા આવે તેવી પણ માંગણી કરુ છું. તેમજ પશુપાલકોના જે ગૌચર હતા તે પણ ઉદ્યોગપતિઓને આપી દેવામા આવ્યા છે. તેના કારણે પશુ પાલકો અને વન પ્રાણીઓઓ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ગૌચર ઉદ્યોગપતિઓને ન આપવામા આવે અને તેના પર જે સુપ્રિમકોર્ટે પ્રતિબંધ લાગેલો છે તેને યથાવત રાખવામાં આવે તેવી પણ માંગણી કરી છે.

પોતાના વિસ્તાર માટે શું કરી માંગ

વધુમાં તેમણે કહ્યુ કે, મારો જિલ્લો બોર્ડને અડીને આવેલો જિલ્લો છે. તેમાં સેન્સેટીવ જોન છે તેમાં જે જંગલી પ્રાણીઓને જમીન ફાળવેલી છે તેમાં મોટા ભાગે મીઠાના ઉદ્યોગો આવેલા છે તેના પર પ્રતિબંધ મુકવામાં આવે. મારો જિલ્લો પશુપાલન સાથે સંકળાયેલો છે. મારા જિલ્લાના વિવધ તાલુકાઓમાં સિંચાઈની વ્યવસ્થા નથી તેમાં સિંચાઈની વ્યવસ્થા કરવામા આવે.

સહકારી ચૂંટણીઓમાં  દુધના કસ્ટમરો પ્રતિનિધીઓને ચૂંટે : ગેનીબેન ઠાકોર

વધુમાં તેમણે કહ્યુ કે, ડેરીઓની ચૂંટણી અને તમામ સહકારી ચૂંટણીઓમાં એક મંડળીનો ઠરાવ કરવામા આવે છે. તેના બદલે તમામ દુધના કસ્ટમરો હોય તે ડેરી નિયામકના તમામ પ્રતિનિધીઓને ચૂંટે તેવી માંગ કરું છં.

આ પણ વાંચો : ગુજરાત પોલીસમાં બદલીનો દોર યથાવત, 10 IAS અધિકારીઓની બદલી કરવામા આવી, જુઓ કોને ક્યાં મુકાયા

Read More

Trending Video