Congress MLA Kirit Patel : ચોમાસામાં રોડ રસ્તાઓની સમસ્યાઓ રાજ્યમાં સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ જે રોડ પર ટોલ ટેક્ષ ઉઘરાવવામાં આવે છે તે રોડ પણ સારા નથી હોતા. ત્યારે આ મામલે પાટણના કોંગ્રેસના MLA કિરીટ પટેલ મેદાનમાં આવ્યા છે. કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં તેમણે મહેસાણા અમદાવાદ ટોલ રોડ તાત્કાલિક રીપેરીંગ કરાવવા તથા આ રોડ જ્યાં સુધી રીપેર ના થાય ત્યાં સુધી ટોલ ટેક્સ નહિ ઉઘરાવવા જણાવ્યું છે.
કોંગ્રેસના MLA કિરીટ પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર
કિરીટ પટેલે લખ્યું છે કે, મહેસાણાથી અમદાવાદ ટોલ રોડ આવેલ છે. રોડ ઘણા સમય અગાઉ બનાવેલ હોવા છતાં પણ હજુ સુધી દિવસે દિવસે ટોલ વધારવામાં આવી રહ્યો છે અને નાના વિહીકલોનો કરોડોનો ટોલ પણ રાજ્ય સરકાર ચૂકવી રહેલ છે. આ સમય મર્યાદા પણ કયારે પુરી થશે એ પણ સમજાતું નથી અને કયા કારણે આ સમય મર્યાદા વધારવામાં આવી રહી છે તે જાણવાનો અધિકાર પણ લોકોનો છે આ રોડ ઘણા સમ થી બિસ્માર હાલતમાં છે.ઘણી જગ્યાએ તૂટી ગયેલ છે તેમજ ખાડા પણ પડેલ છે, પરિણામે વાહન ચાલકોને વાહન ચલાવવામાં ખુબ જ તકલીફ પડે છે અકસ્માત થવાનો પણ ભય રહે છે.વાહન ચાલકો ને વાહનની ગતિ નિયત કરતા ધીમે રાખવી પડે છે પરિણામે સમય અને બળતણ નો વ્યય થાય છે. અને ટ્રાફિક સમસ્યા પણ સર્જાય છે.રોડ ખરાબ હોવાના કારણે વાહનોને પણ નુકશાન થાય છે જેથી વાહન ચાલકોને આર્થિક રીતે ખર્ચ વધુ થાય છે. આ રોડ ઉપર કંપની ધ્વારા રોડ ટેક્સ ઉઘરાવવામાં આવે છે. જેથી રોડ રીપેરીંગ કરાવવાની અને જ્યાં વધુ તૂટેલ હોય ત્યાં નવીન બનાવવાની જવાબદારી જે તે કંપનીની છે. આમ છતાં તેઓ ધ્વારા રોડ રીપેરીંગ કરવાની કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી.જેથી જ્યાં સુધી આ રોડ રીપેર નાં થાય ત્યાં સુધી ટોલ ટેક્ષ વસુલ કરવાની કામગીરી પણ બંધ રાખવા અને તાત્કાલિક રોડ રીપેર કરવા સુચના આપવા વિનંતી છે.

જનતાના ટેક્સના પૈસા જાય છે ક્યાં ?
ત્યારે સવાલ તે થાય છે કે, ટેક્સના પૈસા તો પુરા વસુલ કરવામાં આવે છે ત્યારે જો રોડ રિપેર નથી તથા તો તે પૈસા ક્યા જાય છે ? જનતાના ટેક્સના પૈસા કોણ ચાઉ કરી જાય છે ?

આ પણ વાંચો :Gujarat Rain Forecast: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 113 તાલુકામાં મેઘમહેર, આજે આ વિસ્તારોનો વારો