C K RAVICHANDRAN DEATH: કૉંગ્રેસના એક નેતા પ્રેસ કૉન્ફરન્સ કરી રહ્યા હતા દરમ્યાન તેમને કાર્ડિયાક અરેસ્ટ થયો. અને કૅમેરાની સામે તેમનું અવસાન થયું. સોમવારે જ્યારે બેંગલુરુ પ્રેસ ક્લબમાં કાર્ડિયાક અરેસ્ટ થયો ત્યારે કર્ણાટક કોંગ્રેસના નેતા સી કે રવિચંદ્રન બોલી રહ્યા હતા. તેમના એક હાથમાં માઈક અને બીજા હાથમાં કાગળ હતો. બોલતા બોલતા તે અચાનક થોડીક સેકન્ડ માટે થંભી ગયા. તેમને એવો ઝટકો લાગ્યો, કે કોઈ કંઈ સમજે તે પહેલા જ તે ખુરશી પરથી નીચે પડી ગયા. આ બધું સેકન્ડોમાં થયું અને કેમેરાની સામે કોંગ્રેસી નેતાનું મોત થયું.
તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત થઈ ગયું હતું. પ્રેસ કોન્ફરન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને લોકો ફરી એકવાર મોતની વધતી ઘટનાઓથી ગભરાઈ ગયા છે.
https://x.com/dilipyadav_10/status/1825542879785505017?t=Nd6GzWecDSW_jOgd6o7pnA&s=19
કોણ હતા સીકે રવિચંદ્રન?
સીકે રવિચંદ્રન બેંગલુરુ કોંગ્રેસના ભડકાઉ નેતા હતા. તેઓ કર્ણાટક રાજ્ય પછાત વર્ગ અને લઘુમતી સંઘના સભ્ય પણ હતા. સીએમ સિદ્ધારમૈયાએ રવિચંદ્રનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
ગઈકાલે સીકે રવિચંદ્રન કર્ણાટકના ગવર્નર થાવરચંદ ગેહલોતના એ નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા, જેના હેઠળ તેમણે સીએમ સિદ્ધારમૈયા સામેના કેસને મંજૂરી આપી દીધી છે.બાદમાં કર્ણાટકના મુખ્યમંત્રી હાઈકોર્ટ પહોંચ્યા હતા. તેમણે મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કેસમાં તેમની સામેના કેસને મંજૂરી આપતા આદેશને પડકારતી રિટ પિટિશન દાખલ કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ આદેશ વૈધાનિક આદેશોનું ઉલ્લંઘન કરીને અને મંત્રી પરિષદની સલાહ સહિત ભારતના બંધારણની કલમ 163 હેઠળ બંધનકર્તા બંધારણીય સિદ્ધાંતોની વિરુદ્ધમાં વિચાર્યા વિના જારી કરવામાં આવ્યો છે. ગઈકાલે ભાજપના નેતાઓએ પણ મુખ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કર્ણાટકમાં ગઈ કાલે કોંગ્રેસ પાર્ટીએ પણ રાજ્યભરમાં પ્રદર્શન કર્યું હતું. આ અંતર્ગત રવિચંદ્રન બેંગલુરુમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા અને તેમણે જીવ ગુમાવ્યો.
કર્ણાટક હાઈકોર્ટે સોમવારે વિશેષ સાંસદ/ધારાસભ્ય કોર્ટને મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જમીન ફાળવણી ‘કૌભાંડ’માં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામેની ફરિયાદોની સુનાવણી 29 ઓગસ્ટ સુધી મુલતવી રાખવાનો નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટમાં આ મામલે આગામી સુનાવણી 29 ઓગસ્ટે થશે.
આ પણ વાંચો :