લોકસભાની ચૂંટણીમાં મોદી લહેરને ખાળવા માટે દેશની રાજકીય પાર્ટીઓ ઈન્ડિયા ગઠબંધન હેઠળ એક સાથે આવ્યા છે પરંતુ વિપક્ષના આ ગઠબંધનનો સંઘ દ્વારકા પહોંચશે કે કેમ તેમાં સંશય રહેલો છે. કોંગ્રેસ નેતા અને વિધાનસભાના પૂર્વ નેતા વિપક્ષ સુખરામ રાઠવા (Sukhram Rathva) ગઠબંધનના વિરોધમાં આવ્યા છે.
કોંગ્રેસ નેતાએ પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપતા જણાવ્યું કે, સ્થાનિક પરિસ્થિતિને જોતા બારડોલીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થવું જોઈએ નહી. ગામડાઓમાં કાર્યકર્તાઓનું કહેવું કે ગઠબંધનથી કોંગ્રેસ ગામડાઓમાં પતિ જશે. ગઠબંધનનો ઘા 1992 થી કોંગ્રેસ ઉપર પડ્યો છે. નેતાઓ ગઠબંધન કરી લેતા હોય છે. પરંતુ મતદારો નેતાઓ સાથે જતા હોય એવું નથી. વ્યક્તિગત ધોરણે સુખરામ રાઠવા ગઠબંધનનો વિરોધી છે.