Ambarish Der Join BJP : રાજુલા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર (Ambarish Der) ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી હતી ત્યારે આખરે કોંગ્રેસ (Congress) નેતા અંબરીશ ડેરે (Ambarish Der) કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ અમરીશ ડેરને (Ambarish Der) પ્રદેશ કૉંગ્રેસે (Congress) પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ સસ્પેન્ડ કર્યા છે. કેટલીક પક્ષ વિરોધી પ્રવૃતિને ધ્યાને લઈને પ્રદેશ કોંગ્રેસે (Congress) અમરીશ ડેરને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા ત્યારે આ વચ્ચે આખરે અંબરીશ ડેરએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.

અંબરીશ ડેરે આપ્યું રાજીનામું
કૉંગ્રેસના (Congress) અમરીશ ડેરે (Ambarish Der) સીઆર પાટીલ સાથે મુલાકાત કરી હતી. જે બાદ તેમને રાજીનામુ આપ્યું છે. આ સાથે અમરીશ ડેર આવતીકાલે ભાજપમાં જોડાશે તેવું પણ કહેવામા આવી રહ્યુ છે.તેઓ આવતી કાલે કમલમમાં સી.આર.પાટીલના હસ્તે ડેર કેસરિયો ધારણ કરશે. રાજુલાના MLA હીરા સોલંકીને લોકસભા વડાનાય તેવી ચર્ચા છે. હીરાભાઈ સોલંકી સાંજ સુધીમાં ગાંધીનગર પહોંચશે.
આ પણ વાંચો : શું માયાભાઈ આહીરએ અંબરીશ ડેરને ભાજપમાં જોડાવવા મનાવ્યા ?