Congress : હાલ ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ચાલી રહી છે. જેમાં કોંગ્રેસ ખેડૂતો, પાક નુકશાનીની રાહત સહાય પેકેજ, બેરોજગારી જેવા મુદ્દાઓ પર ગામેગામ ફરી અને લોકોને મળી રહ્યા છે. ત્યારે આજે આ જન આક્રોશ યાત્રા માલપુર પહોંચી હતી. જન આક્રોશ યાત્રા દરમ્યાન માલપુર APMC ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાથે સ્થાનિક ખેડુતોની મુલાકાત કરી હતી. જ્યાં ખેડૂતોએ પોતાની વેદના વ્યક્ત કરતાં જણાવ્યું કે ભાજપની સરકારમાં તમામ રકમો ખવાઈ જાય છે.
વધુમાં કહ્યું કે, મગફળી, સોયાબીન સહિત તમામ પાકમાં ગંભીર નુકસાન થયું છે, છતાં સરકાર માત્ર ₹3,500 આપે છે આટલી રકમથી ખેડૂતોનું શું ચાલે? અત્યાર સુધી કોઈપણ પ્રકારની વાસ્તવિક સહાય મળેલ નથી અને મનરેગા યોજનામાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે. દરેક ખેડૂતના માથે લાખો રૂપિયાનું દેવું છે દેવા માફ થવા જોઈએ અને પાક વીમા યોજના અસરકારક રીતે લાગુ થવી જ જોઈએ. ખેડૂતોની સીધી માંગ છે કે મગફળીનું વજન 35 કિલો કરે છે, જે 30 કિલો થવું જોઈએ સરકારના ચાવવાના અને બતાવવાના દાંત અલગ છે રાજસ્થાનની જેમ અહીં પણ 5 વર્ષે સરકાર બદલવી જોઈએ.
આ પણ વાંચો : Samay Raina ને સુપ્રીમ કોર્ટ તરફથી ખાસ આદેશ મળ્યો, અપંગ લોકો માટે આ કરવું જ પડશે; જાણો સમગ્ર મામલો