Congres on Rape Cases : ગુજરાત જાણે ક્રાઈમનું હબ બની ગયું હોય તેવું લાગે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં રાજ્યમાં દુષ્કર્મ તો જાણે સામાન્ય વાત બની ગઈ છે. દેશમાં ગુજરાત એ મહિલા સુરક્ષાના નામે અગ્રેસર છે. પરંતુ હવે લાગે છે કે ગુજરાત પણ ઉત્તર પ્રદેશ અને બિહાર જેવું જ ક્રાઇમ હબ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અને જો આમ જ ચાલ્યું તો તે બનતા તેને કયોય જ નય રોકી શકે. રાજ્યમાં બનતી દુષ્કર્મની ઘટનાઓ મામલે આજે કોંગ્રેસ નેતા વિપક્ષ નેતા અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેણે રાજ્યમાં કાયદા અને પ્રશાસન પર સવાલો ઉભા કર્યા હતા.
અમિત ચાવડાએ કાયદા અને વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ
ગુજરાતમાં બનતી દુષ્કર્મની ઘટના મામલે આજે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. અને આ મામલે તેમને સરકારની કાયદા અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા હતા અને આક્રોશ ઠાલવ્યો હતો. અમિત ચાવડાએ આ મામલે કહ્યું કે, ડબલ એન્જીનની સરકારમાં કાયદાનું શાસન નહિ પણ બળાત્કારીઓ બેફામ બન્યા છે. છેલ્લા 15 દિવસની ઘટનાઓ પર જોઈએ તો ગુજરાતી તરીકે શરમથી નજર ઝૂકી જાય છે. નવરાત્રીમાં માતાજીની આરાધના કરવા જતી દીકરીઓ સલામત ઘરે પહોચતી નથી.
વધુમાં તેમણે જણાવ્યું કે, વડોદરાની દુષ્કર્મની ઘટના શાંત નથી પડી ત્યાં સુરતના માંગરોળની ઘટના શરમજનક છે. મહેસાણામાં ગેંગરેપ થાય, આટકોટમાં છાત્રાલયમાં બળાત્કાર થાય આ ઘટનાનો માહોલ હજુ શાંત ના પડ્યા હોય ત્યાં બીજા કેસ સામે આવી ગયા છે. ત્યારે હવે આ મામલે રાજ્યમાં દુષ્કર્મીઓ બેફામ બન્યા છે. આ સાથે જ દાહોદમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ, સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાઓએ હવે જનતામાં ભારે આક્રોશ ઉભો કર્યો છે. મહેસાણામાં ગેંગ રેપ થાય આટકોટમાં છાત્રાલયમાં બળાત્કાર થાય છે તેનાથી સાબિત થાય છે કે બળાત્કારીઓમાં કાયદાનો કોઈ ડર નથી અને પ્રશાસન આ મામલે માત્ર નિવેદનબાજી જ કર્યા કરે છે.
અમિત ચાવડાએ વધુમાં ઉમેર્યું કે, રાજ્યના મુખ્યમંત્રી મૌની બાબા બન્યા છે. રાજ્યના ગૃહમંત્રી બહેન દીકરીઓ સલામતી સિવાયના ભાષણો કરે છે. પરંતુ આ દુષ્કર્મ મામલે કોઈ સજા કરાવી શકતા નથી. ત્યારે ગૃહ રાજ્યમંત્રીના પોતાના જિલ્લામાં બળાત્કારની ઘટનાઓ ઘટી તો રાજીનામું આપવું જોઈએ. તેવી માંગ પણ કરી છે. આ સાથે જ તેમણે પ્રહાર કરતા કહ્યું કે કૌભાંડીઓની સરકાર છે ને કૌભાંડીઓના કનેકશનો કમલમ સુધી પહોંચે છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે વિપક્ષના પ્રહારોથી શું પીડિતાઓને ન્યાય મળી શકશે ?
આ પણ વાંચો : Vadodara Case : વડોદરા દુષ્કર્મ કેસમાં હવે ફાયરબ્રિગેડની એન્ટ્રી, હવે શું નવા ખુલાસાઓ થશે આ કેસમાં ?