નેપાળી સંસદમાં આજે વિશ્વાસ મત મેળવશે PM Oli, જીત નિશ્ચિત!

July 21, 2024

Nepali PM Oli: PM 72 વર્ષીય સામ્યવાદી નેતા ઓલીએ 15 જુલાઈના રોજ ચોથી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. નેપાળના બંધારણ મુજબ, નિયુક્તિના 30 દિવસની અંદર સંસદમાં વિશ્વાસનો મત મેળવવો ફરજિયાત છે. નેપાળી કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ-યુનિફાઈડ માર્ક્સિસ્ટ લેનિનિસ્ટ (CPN-UML)ની સંયુક્ત સંખ્યા 167 છે. ઓલીને ગૃહમાં 200થી વધુ મત મળવાની આશા છે.

રવિવારે નેપાળની સંસદમાં રજૂ થવા જઈ રહેલા વિશ્વાસ મતમાં વડાપ્રધાન કેપી શર્મા ઓલીની જીત નિશ્ચિત માનવામાં આવે છે. 275 સભ્યોના પ્રતિનિધિ ગૃહમાં બહુમતી માટે 138 સભ્યોનું સમર્થન જરૂરી છે. જ્યારે સત્તાધારી ગઠબંધન પાસે 178 સભ્યો છે.

ત્રણ વિરોધ પક્ષો, કોમ્યુનિસ્ટ પાર્ટી-માઓઈસ્ટ સેન્ટર (CPN-MC), રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ-યુનિફાઈડ સોશિયાલિસ્ટ (CPN-US) વિરોધમાં મતદાન કરશે. બીજી તરફ ઓલીની નિમણૂકને પડકારતી અરજી પર પણ સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે.

ઓલી ચોથી વખત વડાપ્રધાન બન્યા છે
72 વર્ષીય ચીન તરફી સામ્યવાદી નેતા ઓલીએ 15 જુલાઈના રોજ ચોથી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. નેપાળના બંધારણ મુજબ, નિયુક્તિના 30 દિવસની અંદર સંસદમાં વિશ્વાસનો મત મેળવવો ફરજિયાત છે. નેપાળી કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ-યુનિફાઈડ માર્ક્સિસ્ટ લેનિનિસ્ટ (CPN-UML)ની સંયુક્ત સંખ્યા 167 છે.

ઓલીને 200થી વધુ મત મળવાની ધારણા છે
શાસક ગઠબંધનમાં અન્ય બે પક્ષો જનતા સમાજવાદી પાર્ટી અને લોકતાંત્રિક સમાજવાદી પાર્ટી પાસે અનુક્રમે સાત અને ચાર બેઠકો છે. સત્તાધારી ગઠબંધન ઉપરાંત ઓલીને રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીના 14 સભ્યો, જનતા સમાજવાદી પાર્ટી નેપાળના પાંચ સભ્યો, નાગરિક ઉમમુક્તી પાર્ટીના ચાર સભ્યો અને જનમત પાર્ટીના છ સભ્યોનું સમર્થન પણ મળી શકે છે. આ પક્ષોના સભ્યો સહિત ઓલીને ગૃહમાં 200થી વધુ મત મળવાની ધારણા છે.

Read More

Trending Video