Ambaji: શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી ૧૮ મી સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪ યોજાઇ રહ્યો છે. શક્તિ ભક્તિ અને આસ્થાના મીની કુંભ સમાન આ મહા મેળાની આજથી શરૂઆત થતી હોઇ જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી મિહિર પટેલના હસ્તે શુભારંભ કરાયો હતો. તેમજ મહાકુંભ મેળામાં વહીવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાનો દ્વારા જમવાનું અને રહેવાનું ફ્રી કરાયુ છે ત્યારે એસટી વિભાગ દ્વારા ભાડું કેમ વધારવમાં આવ્યું તે ચર્ચાનો વિષય બન્યો હતો.
Ambaji મેળાના પ્રથમ દિવસે એસટી વિભાગની ઉઘાડી લુંટ જેવી પરિસ્થિતિ જોવા મળતા ગબ્બર જતા યાત્રિકોમાં રોષ જોવા મળ્યો હતો. ગબ્બર સર્કલથી ગબ્બર જવાના એસટી ભાડામાં થતા 9 રૂપિયાની જગ્યાએ 20 રૂપિયા લેવામાં આવતા યાત્રિકોમાં રોષ જોવા મળ્યો હતો. સામાન્ય દિવસોમાં અંબાજીથી ગબ્બર જવા માટે 9 રૂપિયા ભાડું હોય છે જ્યારે મેળામાં 20 રૂપિયા લેવામાં આવતા યાત્રાળુઓમાં નારાજગી જોવા મળી હતી અને ભક્તોએ પોતાની વ્યથા ઠાલવી હતી.
મહાકુંભ મેળામાં વહીવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાનો દ્વારા જમવાનું અને રહેવાનું ફ્રી કરાયુ છે ત્યારે એસટી વિભાગ દ્વારા ભાડું કેમ વધારવમાં આવ્યું તે ચર્ચાનો વિષય બન્યો હતો. આ બાબતે અંબાજી એસટી ડેપો મેનેજર રઘુવીરસિંહ પૂછવામાં આવતા આ બાબતે તેઓએ પોતાની પ્રીતિક્રિયાઓ આપી હતી જે મુજબ કેમ 20 રૂપિયા લેવામાં આવી રહ્યાં છે તેની માહિતી તેઓએ જણાવી હતી.
આ પણ વાંચો: Kalol નગરપાલિકામાં ભાજપમા ભડકો, નગરપાલિકાના સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન સહિત 11 સભ્યોએ આપ્યું રાજીનામુ