Collision In Russian jail: રશિયાની ( Russia) જેલમાં કેદીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણની (clash) ઘટના સામે આવી છે. આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે. ઘટનાને પગલે ભારે ખળભળાટ મચી ગયો છે. જાણકારી મુજબ મૃતકોમાં ચાર જેલ કર્મચારીઓનો પણ સામેલ છે. આ ઘટના રશિયાના વોલ્ગોગ્રાડ ક્ષેત્રમાં હાઈ સિક્યોરિટીવાળી IK-19 સુરોવિકિનો પીનલ કોલોનીમાં બની હતી.
રશિયાની જેલમાં હિંસક અથડામણ
પ્રાપ્ત જાણકારી મુજબ રશિયાના વોલ્ગોગ્રાડ વિસ્તારમાં ઉચ્ચ સુરક્ષાવાળી જેલ IK-19 સુરોવિકિનો પેનલ કાલોનીમાં આઇએસઆઇએસ એટંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે ખૂની સંઘર્ષ થયો. જેલમાંનિયમિત ડિસીપ્લીન બેઠક યોજાવાની હતી. ત્યારે આ બેઠકની વચ્ચે જ કેદીઓના એક સમૂહે હુમલો કરી દીધો હતો.તેમણે કેટલાક કેદીઓને બંધક બનાવ્યા અને જેલના એક ભાગ પર કબજો કરી લીધો હતો.આ હુમલાખોરોએ દાવો કર્યો હતો કે તેમણે મુસ્લિમો પર થયેલા અત્યાચારનો બદલો લેવા માટે આ હુમલો કર્યો હતો.
હુમલા ખોરોની થઈ ઓળખ
હુમલાખોરોની ઓળખ રામજિદિન તોશેવ(28 વર્ષ), રુસ્તમચોન નવરુજી(23 વર્ષ), નજીરચોન તોશોવ(28 વર્ષ) અને તૈમૂર ખુસિનોવ (29 વર્ષ)તરીકે થઇ હતી. આ ચારેય ઉઝબેકિસ્તાન અને તાજીકિસ્તાન મૂળના હતા. આ આતંકીઓના હુમલામાં ચાર સુરક્ષા જવાનો શહીદ થયા હતા. આ લોકોએ અન્ય આઠ સુરક્ષા કર્મચારીઓ અને ચાર કેદીઓને પણ બંધક બનાવ્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘમહેર, શહેરના અનેક વિસ્તારો થયા પાણી પાણી