રૂપાલની પલ્લી ઘીના અભિષેકને લઇ કલેકટરની મહત્ત્વની સૂચના

October 22, 2023

ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં આવેલું માતા વરદાયીનું મંદિર અંતિ પ્રાચીન અને અલૌકિક છે. મંદિરના ટ્રસ્ટ તરફથી પલ્લીની પૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. ગામના તમામ કોમના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર ઉમંગથી માના કામમાં લાગી જાય છે. ગાંધીનગર રૂપાલ ગામમાં વરદાયિની માતાની પલ્લી પાંડવકાળથી નીકળે છે તેના પર ચોખ્ખા ઘીનો અભિષેક કરવામાં આવે છે ત્યારે શ્રદ્ધાળુઓની આસ્થા સાથે કોઈ વેપારી રમત ન રમે અને ડુપ્લીકેટ ઘીનો વેપાર ન કરે તે માટે ગાંધીનગર કલેકટર દ્વારા ફૂડ વિભાગને અહીં જ ટેસ્ટીંગ કરવા માટે સૂચના આપી છે.

અન્ય જિલ્લામાંથી ફૂડ ઇન્સ્પેક્ટરને બોલાવવામાં આવ્યા છે અહીં ટેસ્ટિંગ થઈ શકે તે માટે વાન પણ મૂકવામાં આવશે. આગામી તારીખ 23મીની રાત્રે પલ્લી ઉપર ઘીનો અભિષેક કરવામાં આવનાર છે ત્યારે ફૂડ તંત્ર દ્વારા ડુપ્લિકેટ ઘી પકડવા માટે અન્ય જિલ્લામાંથી ફૂડ ઇન્સ્પેક્ટર અને બોલાવવામાં આવ્યા છે એટલું જ નહીં સ્થળ પર જ ટેસ્ટિંગ થઈ જાય તે માટે ફૂડ સેફટી વાન પણ ત્યાં મૂકવામાં આવશે. નમૂનાનું ટેસ્ટિંગ દરમિયાન નમૂનો ફેઈલ જાય તો વેપારીને સ્થળ પર જ દંડ ફટકારવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નવરાત્રિના નવમા નોરતે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે વરદાયિની માતાની પલ્લી નીકળે છે. જ્યોત વાળી પલ્લી ઉપર ઘીનો અભિષેક કરવામાં આવે છે. કોમી એકતાના સંદેશ અને આસ્થાના પ્રતિક સમી આ પલ્લી દર વર્ષે ચારથી પાંચ લાખ કિલો ઘીનો અભિષેક ભક્તો દ્વારા કરવામાં આવતો હોય છે. ગામની શેરીઓમાં ચોખ્ખા ઘીની રીતસર નદીઓ વહેતી જોવા મળે છે ત્યારે ભક્તોની આસપાસ કોઈ વેપારી ડુપ્લીકેટ ઘીનો વેપાર કરે નહીં તે માટે તકેદારી રાખવામાં આવી છે. આ માટે કલેક્ટર દ્વારા ફૂડ વિભાગની સૂચના આપવામાં આવી છે.

આ પલ્લીમાં હજારો-લાખો લીટર ઘીનો અભિષેક કરવામાં આવે છે. ધાર્મિક મહત્વની સાથે આ પલ્લી કોમી એખલાસના પણ દ્રશ્યો પાડે છે. કહેવાય છે કે માતા વરદાયીની તમામ દુઃખ દર્દ દૂર કરનારી અને ભક્તોની મનોકામના પૂર્ણ કરનારી દેવી છે. માતા વરદાયીના સ્મરણ માત્રથી ભક્તોના તમામ કષ્ટનો સંહાર થઈ જાય છે.

Read More

Trending Video