ભારત સરકારની મહત્વની ગણાતી કરેંસી નોટ પ્રેસ નાસિકમાં ભરતી આવી છે. સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વની આ ભરતી ગણી શકાય કારણ કે આ ભરતીમાં અન્ય ભરતી કરતા ઓછી સ્પર્ધા હશે. નોટ પ્રેસ નાસિકમાં સુપરવાઈઝર આર્ટિસ્ટ, સચિવાલય સહાયક અને જુનિયર ટેકનિશિયન સહિત કુલ 117 પદો પર ભરતીની જાહેરાત થઈ છે.
આ પદો માટે અરજી કરવાની શરૂઆત 19 ઓક્ટોબર 2023થી થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 18 નવેમ્બર 2023 છે. તમામ અરજીઓ મળ્યા બાદ કરેંસી નોટ પ્રેસ દ્વારા ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ફેબ્રુઆરી 2024માં લેવાશે. વિસ્તૃત વિગતો માટે અધિકૃત વેબસાઈટ www.cnpnashik.spmcil.com પરથી ઉમેદવાર વિગતો મેળવી શકશે.
ટેક્નિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારો માટે આ બેસ્ટ તક છે. આ પદો માટે B.Sc., BE, B.Tech.ની ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ પદ માટે અરજી કરી શકશે. આ પરીક્ષામાં જનરલ, EWS અને OBC ના ઉમેદવારોએ રૂ. 600 અરજી ફી છે. 18 થી 25 વર્ષના ઉમેદવારો અરજી કરી શકે છે અને અનામત કક્ષાના ઉમેદવારોને કેન્દ્ર સરકારના નિયમો મુજબ છૂટછાટ મળશે. ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને મેરિટ લીસ્ટના આધારે પસંદગી કરવામાં આવશે. સિલેક્ટ થયેલા ઉમેદવારોને રૂ. 18,780 રુપિયાથી લઈને રૂ. 95,910 સુધીનો પગાર મળશે.