CM in Dwarka : ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી સતત મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. દ્વારકા (Dwarka)માં છેલ્લા 3 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસી રહેલા વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. દ્વારકાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદના કારણે પૂરની સ્થીથી ઉભી થઇ છે. જેના કારણે ગામો સંપર્ક વિહોણા બન્યા છે. અને રસ્તાઓનું ધોવાણ થઇ ગયું છે. અત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કમરસમા પાણી ભરાયેલા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM in Dwarka) આજે અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે પહોંચ્યા છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની જાત માહિતી મેળવવા મુખ્ય સચિવ રાજકુમાર સાથે અતિવૃષ્ટિના પરિણામે અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તેમજ પોલીસ મહાનિદેશક વિકાસ સહાય પણ સાથે જોડાયા હતા. છેલ્લા કેટલાક દિવસથી ખાબકેલા વરસાદના કારણે દ્વારકા અત્યારે પાણી પાણી થઇ ગયુ છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ હાથ ધર્યું હતું.
દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની જાતમાહિતી મેળવી. pic.twitter.com/Sr04ysBSVa
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 23, 2024
આ પણ વાંચો : CM Bhupendra Patel : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જામનગર એરપોર્ટ પર પહોંચ્યા, દ્વારકા હવાઈ નિરીક્ષણ માટે જશે