CM Bhupendra patel મહીસાગર જિલ્લાના પ્રવાસે,સ્કૂલની મુલાકાત દરમિયાન બાળકો સાથે કર્યો સંવાદ

August 3, 2024

CM Bhupendra patel in Mahisangar :  ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel )  આજે મહીસાગર (Mahisangar) જિલ્લાની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન પ્રથમ બાલાસિનોર નગરપાલિકા (Balasinore Municipality) ખાતે નગરપાલિકા સિવિક સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. જે બાદ તેઓ બાલાસિનોરના રૈયાલી મુકામે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ બાલાસિનોરની નિર્મલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રોકાયા અને પ્રોટોકોલ તોડી ભૂપેનદ્ર દાદાએ બાળકો સાથે સંવાદ કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાળકો સાથે હળવા મૂડમાં જોવા મળ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાલાસિનોરની નિર્મલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળકો સાથે સંવાદ કર્યો હતો. બાળકો સાથે વાત કરતા તેઓ હળવા અંદાજમાં જોવા મળ્યા હતા. ભૂપેન્દ્ર દાદાનો આ વીડિયો હાલ સામે આવ્યો છે. જેમાં લોકોને દાદાનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે લોકો તેમના ખુબ વખાણ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Banaskantha ના સાંસદ ગેનીબેન ઠાકોરની રાજકોટ AIIMSના સભ્ય તરીકે નિયુક્તિ

Read More

Trending Video