દિલ્હીમાં CM ભૂપેન્દ્ર પટેલ અને PM મોદી વચ્ચે મુલાકાત, જાણો શું થઈ ચર્ચા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત દ્વારા રાજ્યના સર્વાંગી વિકાસ બાબતે ચર્ચા કરી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.

October 7, 2023

ગઈ કાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેઓ વાઈબ્રન્ટ ગુજરાત સમિટના કર્ટેન રેઈઝરમાં હાજરી આપી હતી. અને આ કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. જાણકારી મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત દ્વારા રાજ્યના સર્વાંગી વિકાસ બાબતે ચર્ચા કરી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.

CM ભૂપેન્દ્ર પટેલની PM મોદી સાથે મુલાકાત

દિલ્હી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ PM નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન રાજ્યના સર્વાંગી વિકાસ બાબતે ચર્ચા થઈ હતી. તેમજ આગામી લોકસભાની ચૂંટણીને લઈ પ્રજાલક્ષી કામો અંગે ચર્ચા થઈ હોવાની શક્યતા છે. એક મહિનામાં પીએમ સાથે ગુજરાતના મુખ્યમંત્રીની આ બીજી મુલાકાત છે. અગાઉ તેઓ ગત 2 સપ્ટેમ્બરના રોજ PM મોદી સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીની વડાપ્રધાન સાથેની મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો કર્ટેન રેઇઝર યોજાયો

નવી દિલ્હી ખાતે દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો કર્ટેન રેઇઝર યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ દેશના અગ્રણી ઉદ્યોગ સંચાલકોને વાઇબ્રન્‍ટ સમિટમાં સહભાગી થવા અને ગુજરાતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. આ કાર્યક્રરમાં કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશંકર, રાજ્યના મંત્રીઓ, વિવિધ દેશોના ડિપ્લોમેટ્સ સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા. તેમજ આ કર્ટેન રેઈઝર મિટમાં વિવિધ ક્ષેત્રના 1500 ઉપરાંત રોકાણકારો, ઉદ્યોગકારો સહભાગી થયા હતા.

Read More

Trending Video