રાજ્યમાં ધોધમાર વરસાદને (heavy rain) પગલે નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો છે. ડેમ સંપૂર્ણ ભરાતા CM ભૂપેન્દ્ર પટેલે ( CM Bhupendra Patel) નર્મદાના (Narmada) નીરના વધામણા કર્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ (Narmada Dam) સિઝનમાં પ્રથમ વખત છલકાયો છે.
ભૂપેન્દ્ર પટેલે નર્મદા નીરના વધામણાં કર્યા
આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા ડેમ ખાતે પહોંચ્યા હતા અને વિધિવત નર્મદાના નીરનું પૂજન અર્ચન કરીને નીરના વધામણા કર્યાં હતા. નર્મદા ડેમમાં નવા નીરની આવક થતા તેની જળસપાટીમાં પણ સતત વધારો થયો છે. નર્મદા ડેમની સપાટી 138.68 પર પહોંચી છે. હાલ ડેમમાં 18 લાખ 62 હજાર 851 ક્યૂસેક પાણીની આવક થઈ છે. ડેમ સંપૂર્ણ ભરાતા તેના 23 દરવાજા 9.70 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. અને 13 લાખ ક્યુસેકથી પણ વધુ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, ચાલું સિઝનમાં નર્મદા ડેમના પહેલી વાર દરવાજા ખોલવામાં આવ્યા છે.
ડેમના લોકાર્પણના 5 વર્ષ પૂર્ણ
અત્રે ઉલ્લેખનીય છે કે 17 સપ્ટેમ્બર 2017ના રોજ તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Modi) નર્મદા ડેમનું લોકર્પણ કર્યું હતું. અને આજે ડેમના લોકાર્પણના 5 વર્ષ પૂર્ણ થયા છે. નર્મદા ડેમમાં પાણી છોડાતા આસપાસના ગામોને એલર્ટ કરાયા છે. મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં પાણીની સતત આવક વધી છે.