Ahmedabad : CM Bhupendra Patel હંમેશા તેમની સાદાઈનો પરિચય આપતા રહે છે. દાદાના હુલામણા નામથી ઓળખાત ભુપેન્દ્ર પટેલે આજે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે ચા પીધી હતી. તેમની સાથે અમદાવાદના પૂર્વ મેયર ગૌતમ શાહ તથા પાર્ટીના કાર્યકર્તાઓ જોવા મળ્યા હતા.
જણાવી દઈએ કે ભુપેન્દ્ર પટેલ અગાઉ પણ આવી રીતે અનેકવાર જાહેરમાં કાર્યકર્તાઓ સાથે ચાની ચૂસ્કી માણતા નજરે આવી ચુક્યા છે. અગાઉ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ લીંબડી-બગોદરા હાઈ-વે પર પોતાનો કાફલો રોકાવીને ઢાબા પર સાદાઈથી ખાટલામાં બેસી ચાની ચુસ્કી માણી હતી. તે સિવાય પણ અનેકવારી આવી રીતે મુખ્યમંત્રીએ સાદગીનો પરિચય આપ્યો છે.