Chotaudepur: પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના ભત્રીજાની હત્યા મામલે પોલીસે બંન્ને આરોપીઓને ઝડપી લીધા, થયા નવા ખુલાસા

September 21, 2024

Chotaudepur: છોટાઉદેપુરમાં (Chotaudepur) પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના ( MP Ramsingh Rathwa) ભત્રીજાની ગોળી મારી હત્યા કરી દેવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં કવાંટ (Kawant) તાલુકાના પીપલદી (Pipaldi) ગામે પૂર્વ સાંસદ અને ટ્રાયફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા ઉપર ફાયરિંગ થતા મોત નિપજ્યું છે. રામસિંહ રાઠવાના નાના ભાઈ જામસિંહ રાઠવાના પુત્ર કુલદીપનું મોત નિપજ્યું હતું.આ મામલે ગામના જ બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોધાઈ છે.જેમાં આરોપી શંકર સનજી રાઠવા અને અમલા રેવજી રાઠવા બાઈક ઉપર આવી શંકર રાઠવાએ મૃતક કુલદીપ ઉપર ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યુ છે. ત્યારે આ ઘટના મામલે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે બંન્ને આરોપીઓને ઝડપી લીધા છે.

પૂર્વ સાંસદના ભત્રીજાની હત્યા કરનારા બંન્ને આરોપીઓ ઝડપાયા

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પિપલદી ગામે ગત મોડી રાત્રે લગભગ પોણા દસ વાગ્યાના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ રાઠવાની ગોળી મારીને હત્યા કરી દેવામા આવી હતી જેમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલી બબાલની અદાવત રાખીને ગામના જ બે શખ્સોએ કુલદીપ પર ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતારી દીધા બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા જેમાં પોલીસે સવારે જ ઘટનાના મુખ્ય આરોપી શંકર સનજી રાઠવાની અટકાયત કરીને પુછપરછ હાથ ધરી હતી જ્યારે આ મુખ્ય આરોપીની સાથે બાઈક પર ફરાર થનાર બીજા આરોપી અમલા રાઠવાને પણ પોલીસે ઝડપી લીધો છે. આ અમલા રાઠવા અને શંકર રાઠવાએ બાઈક ઉપર જઈ કુલદીપને ગોળી મારી હતી. આમ આરોપી નિવૃત્ત આર્મી મેન શંકર રાઠવા અને અમલા રાઠવા બંને પોલીસ ગિરફતમાં છે.

આ પણ વાંચો :  Chotaudepur: પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના ભત્રીજાની ગોળી મારી હત્યા, ગામના જ બે શખ્સોએ કર્યું ફાયરિંગ , જાણો સમગ્ર મામલો

શું બની હતી ઘટના ?

ગ્રામ પંચાયતમાં થયેલી બબાલની અદાવત રાખી ગઈકાલે રાત્રે લગભગ પોણા દસ વાગ્યાના અરસામાં શંકર સનજીભાઈ રાઠવા અને અમલા રેવજીભાઈ રાઠવા બાઈક ઉપર આવ્યા હતા. શંકરભાઈ પાસે રહેલી બંદૂક વડે કુલદીપભાઈ રાઠવા ઉપર ફાયરિંગ કરતા કુલદીપ રાઠવાને પેટના ડાબી બાજુએ ગોળી વાગી હતી. આ ફાયરિંગનો અવાજ ગામમાં સાંભળાતા લોકોએ રોકો રોકો બૂમો પાડી હતી. નજીકમાં જ કુલદીપ રાઠવાના નાના ભાઈએ પણ અવાજ સાંભળ્યો હતો અને બહાર આવીને જોતા બાઈક પર સવાર અમાલા રાઠવા અને શંકર રાઠવાને જોયા હતા અને તેઓ અમે છે કહીને આગળ નીકળી ગયા હતા.પેટ પર ગોળી વાગાતા કુલદીપ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની કવાંટ પોલીસને જાણ થતાં કવાંટ પોલીસે બંને આરોપીઓ શંકર સનજીભાઈ રાઠવા તથા અમલા રેવજીભાઈ રાઠવાની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મૃતકના ભાઈ રાજપાલ રાઠવાનું નિવેદન

મૃતકના ભાઈ રાજપાલ રાઠવાએ જણાવ્યું હતું કે, ગઈકાલના રોજ રાત્રે 9.50ની આજુબાજુ શંકરભાઈ સમજી અને અમલા રમજી બે જણા બાઈક પર આવીને મારા ભાઈને બંદુકની ગોળી મારીને ભાગી ગયા હતા. અગાઉ સરપંચની ચૂંટણીમાં બે વાર પહેલા હારી ગયો હતો એટલે અમને ધમકી આપને ગયો હતો કે, તમને જીવવા નહીં દઉં. મારવાના ઈરાદાથી જ આવ્યો હતો.

આ પણ વાંચો :  Chotaudepur: પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજા ઉપર ફાયરિંગની ઘટના મામલે પોલીસ અને રામસિંહ રાઠવાના મોટા ખુલાસા!

Read More

Trending Video