Chotaudepur: પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજા ઉપર ફાયરિંગની ઘટના મામલે પોલીસ અને રામસિંહ રાઠવાના મોટા ખુલાસા!

September 21, 2024

Chotaudepur: છોટાઉદેપુરમાં (Chotaudepur) પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના ( MP Ramsingh Rathwa) ભત્રીજાની ગોળી મારી હત્યા કરી દેવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં કવાંટ (Kawant) તાલુકાના પીપલદી (Pipaldi) ગામે પૂર્વ સાંસદ અને ટ્રાયફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા ઉપર ફાયરિંગ થતા મોત નિપજ્યું છે. રામસિંહ રાઠવાના નાના ભાઈ જામસિંહ રાઠવાના પુત્ર કુલદીપનું મોત નિપજ્યું હતું. આ મામલે ગામના જ બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોધાઈ છે.જેમાં આરોપી શંકર સનજી રાઠવા અને અમલા રેવજી રાઠવા બાઈક ઉપર આવી શંકર રાઠવાએ મૃતક કુલદીપ ઉપર ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યુ છે આ મામલે પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી છે. હત્યા પાછળ જૂની અદાવત હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ત્યારે આ મામલે હવે પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાનું અને પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે.

પોલીસે સમગ્ર ઘટના મામલે શું કહ્યું ?

આ સમગ્ર મામલે ઈન્ચાર્જ એસપી ગૌરવ અગ્રવાલએ કહ્યુ કે, 21 તારીખના રોજ રાત્રે આ મામલો પોલીસમાં ફરિયાદ નોંધવવામા આવી છે. જેમાં જણાવવામા આવ્યું છે કે, કવાંટ તાલુકાના પીપલદી ગામે 20 તારીખે રાત્રે 10 લાગ્યાની આસપાસ ફાયરીંગની ઘટના બની હતી જેમાં નિવૃત આર્મી જવાન શંકર રાઠવાએ કુલદીપ રાઠવા પર ફાયરિંગ કરીને હત્યા કરી હતી આ હત્યા કર્યા બાદ શંકર રાઠવા સહ આરોપી રેવજી રાઠવા સાથે બાઈક પર બેસી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં શંકર રાઠવા અને કુલદિપ રાઠવા ગ્રામપંચાયતની ચૂંટણીમાં એક બીજાની સામે ચૂંટણી લડી રહ્યા હતા. અને કુલદિપ રાઠવાની આ ચૂંટણીમાં જીત થતા બંન્ને વચ્ચે દુશ્મનાવટ બની હતી આ બાબતની અદાવત રાખી ગઈ કાલે ગોળી મારીને હત્યા કરી દીધી હતી આ ઘટનામાં મુખ્ય આરોપી શંકર રાઠવાને પોલીસે ઝડપી લીધો છે. જ્યારે અન્ય એક આરોપી હાલ ફરાર છે.

ભત્રીજાના મોત બાદ પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના સ્ફોટક ખુલાસા

ભત્રીજા ની થયેલ હત્યા બાબતે પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યુ કે, પીપલદી ગામ મારુ મુળ વતન છે અને મારા નાના ભાઈ જામસિંહ રાઠવા તે નિવૃત ગ્રામ સેવક છે અને તેમનો દીકરો કુલદીપ સાંજના સમયે કોઈના ઘરે બેસવા ગયા હતા અને ત્યાંથી પરત ફરતા તે વચ્ચે બાઈકવાળા આવીને પુરઝડપે ત્યાથી ભાગી ગયા હતા આ માહિતી મને ફોન પર મળી હતી અને તેમને કહ્યુ કે, તેને હોસ્પિટલ લઈ જાવ અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ તેને બચાવી શકાયો નહીં.

વધુમાં તેમણે કહ્યુ કે, કુલદિપ રાઠવા કામ કરવા વાળો હતો અને ખોટુ થાય તો અવાજ ઉઠાવવા વાળો હતો ત્યારે કેટલાક ખોટુ કરતા લોકોને આ પસંદ ન હોય ખોટી રીતે પૈસા કમાવવા વાળા લોકોને આ બાધા રુપ લાગતા આ કર્યુ હોય તેવી શંકા છે. શંકર રાઠવા પકડાયો છે તેને ચૂંટણી લડવી હતી.તેને એવું હોય કે, જો હવે હુ ઉભો રહુ તો પણ જીતી નહીં શકુ તેવું લાગતા તેને આવું કર્યુ હોય તેવું લાગી રહ્યુ છે.

આ પણ વાંચો :  Chotaudepur: પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના ભત્રીજાની ગોળી મારી હત્યા, ગામના જ બે શખ્સોએ કર્યું ફાયરિંગ , જાણો સમગ્ર મામલો

Read More

Trending Video