Chirag Paswan Car Challan: PM મોદીના ‘હનુમાન’ એ દોડાવી ઓવરસ્પીડમાં ગાડી , પોલીસે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને ફટકાર્યો મેમો

September 2, 2024

Chirag Paswan Car Challan: PM મોદીના (PM Modi) ‘હનુમાન’ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની (Chirag Paswan) કારનું ફરી એકવાર ચલણ જારી કરવામાં આવ્યું છે. મંત્રી ચિરાગ પાસવાની કારને વધુ ઝડપે ચાલવા બદલ ચલણ કરવામાં આવ્યું છે. વાહનવ્યવહાર વિભાગે ચિરાગ પાસવાનને ઓવરસ્પીડમાં વાહન ચલાવવા બદલ રૂ.2,000નું ચલણ મોકલ્યું છે.

પોલીસે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને ફટકાર્યો મેમો

મળતી માહિતી મુજબ, પરિવહન વિભાગે હાલમાં જ ઈ-ડિટેક્શન સિસ્ટમ શરૂ કરી છે, જેના કારણે ચલણ જારી કરવામાં આવ્યું છે. હકીકતમાં, નવી સિસ્ટમ હેઠળ, બિહારના ઘણા નેશનલ હાઈવે પર કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે, જે નેશનલ હાઈવે પર પસાર થતા વાહનોની નંબર પ્લેટની તસવીરો લે છે અને વાહન માલિકના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર સીધા જ ચલણ મોકલે છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, 17 ઓગસ્ટે હાજીપુરથી ચંપારણ જતી વખતે ચિરાગ પાસવાનને નેશનલ હાઈવે પર 2 હજાર રૂપિયાનું ચલણ જારી કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, ચિરાગ પાસવાનની કાર એક ટોલ પ્લાઝા પર ઈ-ડિટેક્શન સિસ્ટમના રડાર હેઠળ આવી હતી. સિસ્ટમને તેના વાહનની ઝડપ નિર્ધારિત મર્યાદા કરતાં વધી ગઈ અને આપોઆપ ચલણ જારી કર્યું. આ ઘટના બાદ ટ્રાન્સપોર્ટ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને ચલણ ભરવાનું કહ્યું

સ્પષ્ટતા આપતા, અધિકારીઓએ કહ્યું કે આ સિસ્ટમ સંપૂર્ણપણે સ્વચાલિત છે અને તે નિયમોનું ઉલ્લંઘન કરવા માટે કોઈને છોડશે નહીં. આરટીઓએ જણાવ્યું હતું કે, જો વાહનોના દસ્તાવેજોમાં કોઈ ખામી જણાઈ આવશે અથવા વાહન ઓવર સ્પીડિંગ કરશે તો તેનું ચલણ આપોઆપ કપાઈ જશે. આ અંગે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કહ્યું, ‘દંડ ચૂકવવામાં આવશે.’

કાયદો તમામ માટે સમાન

મંત્રી હોય કે અધિકારી હોય કે સામાન્ય જનતા, કાયદો દરેક માટે સમાન છે. બિહાર ટ્રાન્સપોર્ટ વિભાગે ચિરાગ પાસવાનને દંડ ફટકારી આ વાતને સાબિત કરી છે. હવે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને 2 હજાર રૂપિયાનું ચલણ ભરવું પડશે.

આ પણ વાંચો : Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી જામ્યો વરસાદી માહોલ, આજે આ વિસ્તારોમાં થશે મેઘ મહેર

Read More

Trending Video