Chinese Garlic : ગોંડલમાં ચાઈનીઝ લસણ મળ્યા બાદ ખેડૂતોમાં આક્રોશ, આ જથ્થો આવે છે ક્યાંથી ?

September 10, 2024

Chinese Garlic : ભારતમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણના કટ્ટા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ક્યાંથી આવ્યા અને કઈ રીતે પહોંચ્યા દરેક વ્યક્તિના મનમાં છે. તેમજ હાલ આ બાબતે પોલીસ તપાસ તો કરી રહી છે. પરતું દેશમાં આ ચાઈનીસ લસણની એન્ટ્રીએ કેન્દ્ર સરકારને નબળી કામગીરી અને રાજ્ય સરકારની કથળતી કામગીરીના પુરાવા આપ્યા છે.

ગુજરાત અને સૌરાષ્ટ્રનું અગ્રણી એવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં થોડા દિવસ પહેલા પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળી આવતા હડકંપ મચી જવા પામ્યો હતો. માર્કેટિંગ યાર્ડમાં કોઈએ પ્રતિબંધિત ચાઇનીઝ લસણનાં 30 જેટલા કટ્ટા ઘૂસાડી દીધા હતા. આ મામલે ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સાથે જ આજે દેશભરમાં તમામ યાર્ડમાં ચાઇનીઝ લસણના વિરોધમાં લસણની હરાજી બંધ રાખવામાં આવી છે. ત્યારે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પણ લસણના વિરોધમાં લસણની હરાજી બંધ રાખવામાં આવી છે. લસણના વિરોધમાં વેપારી અને ખેડુતના નિવેદન સામે આવ્યા છે.

એસોસિએશન પ્રમુખે આ મામલે શું કહ્યું ?

એસોસિએશન પ્રમુખ યોગેશ ક્યાડાએ જણાવ્યા હતું કે, આ લસણ લોકોનાં શરીર માટે ખુબજ નુકસાનકારક છે તો સવાલ છે કે, જો આ લસણ દેશના લોકોના સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે. તો કેમ આ લસણ આટલી મોટી માત્રામાં આપણા દેશમાં મળી આવ્યું. અને ખાસ કરીને સૌરાષ્ટ્રનું મુખ્ય એવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આ લસણનો જથો મળે છે. અને આવા દરેક સવાલો રાજય અને કેન્દ્વ સરકારની નબળી કામગીરી સામે સવાલો ઉભા કરે છે. દેશમાં કેન્દ્વ સરકારની કામગીરી કઇ રીતે ખાડે જઇ રહી છે. તેનો આ ઉત્તમ નમુનો આપણી સામે આ ચાઇનીઝ લસણના રૂપમાં આવ્યો છે.

ભારતમાં 2006થી ચાઈનીઝ લસણ પર પ્રતિબંધ

અત્યારના સમયમાં મોઘવારીએ માઝા મુકી છે. ત્યારે ભારતીય લસણ જેનો ભાવ રાજયમાં અંદાજે 400 રૂપિયા છે. અને તેની સામે આ ચાઇનીઝ લસણ જેનો ભાવ 150 થી 200 રૂપિયા છે. આ લસણની કિંમત ઓછી હોવાથી વેચાણ ખૂબ મોટી માત્રામાં થઈ શકે છે. પરંતુ આ લસણથી શરીરને મોટી માત્રામાં નુકસાન પણ થાય છે. આ ચાઈનીઝ લસણના સેવનથી આરોગ્ય પર હાનિકારક અસર પડી શકે છે. તેમજ ચાઈનીઝ લસણના ઉપયોગથી લાંબા ગાળે કેન્સર થવાનું જોખમ પણ છે. તો બીજી તરફ દેશમાં આ ચાઇનીઝ લસણ પ્રવેશ એક મોટા પ્રશ્ન છે.

કારણ કે સરકારે 2006માં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો તો પણ આ લસણ દેશમાં કઇ રીતે આવી શકે છે. સામાન્ય વાત છે કે ચાઇનાની બોર્ડર પાર કરી કોઇ કન્ટેનર કે પછી ટ્રક દ્વારા જ લાવામાં આવ્યા છે. જે કેન્દ્ર સરકારની અને નબળી કામગીરી દેખાડે છે. તેમજ ગુજરાતને વિકાસની વાતો કરતા રાજયના કૃષિમંત્રી રાધવજી પટેલ દ્વારા આ બાબતે હજી સુધી એક નિવેદન પન આપવામાં આવ્યું નથી એટલે તે પણ તેમના સાથી નેતાઓની જેમ તેમણે પણ કરીયુગના કુભકરણ બનીને સુતા છે..અને સવથી મહત્વની વાત તો એભી છે કે ચાઇનીઝ લસણનો વિરોધ રાજયના વેપારી અને ખેડુંતો કરી રહ્યા છે..આ પ્રતિબંધ ચાઇનીઝ લસણ વિશે અત્યાર સુધી સરકાર તરફથી કોઇ કામગીરી હાથધરવામાં આવી નથી..એટલે કે સરકાર આ બાબતે પણ હજી ઘોર નિદ્નામાં જ છે. અને આ નિદ્રા માંથી કયારે ઉઠસે તેનો કોઈ અંદાજો નથી.

આ પણ વાંચોManipur Violence : મણિપુરમાં ફરી સ્થિતિ વણસી, ઈમ્ફાલ સહિત ત્રણ જિલ્લામાં કરફ્યુ લાદવામાં આવ્યો

Read More

Trending Video