Chinese garlic in india Marketing Yard: ગત 7 સપ્ટેમ્બરના રોજ રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal Marketing Yard) ખાતે ચાઈનીઝ લસણ (Chinese garlic) મળતા ખળભળાટ મચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતમાં 2006 થી ચાઈનીઝ લસણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતા ચાઈનીઝ લસણના 30 કટ્ટા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હરાજી માટે પહોંચી ગયા હતા ત્યારે અંગે જાણ થતાં જ વેપારીઓએ હરાજી તો અટકાવી હતી અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને પણ જાણ કરી જે બાદ આ લસણ ક્યાંથી આવ્યું તે અંગે તપાસ હાથ ધરી હતી. ત્યારે દેશના ઘણા બધા શહેરોમાંથી આવો જથ્થો મળી આવ્યો છે. જેથી આ ચાઈનીઝ લસણના વિરોધમાં આજે દેશભરની APMCમાં વેપારીઓ લસણનું કામકાજ બંધનું એલાન કર્યું છે. આજે દેભ ની APMCમાં વેપારીઓ લસણનું ખરીદ વેચાણ નહીં કરે.
આજે ભારતભરનાં વેપારીઓ-દલાલો લસણ ખરીદી નહિ કરે
ચીનથી ભારતમાં લસણ ઘુસાડવાની ઘટના બાદ દેશભરના વેપારીઓ વિરોધ કરી રહ્યાં છે, દેશના વેપારી દ્વારા આજે લસણનું કામકાજ બંધનું એલાન કર્યું છે. જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં લસણનો વેપાર બંધ રહેવાથી ખેડૂતોને યાર્ડમાં લસણ ન લાવવા અપીલ કરવામાં આવી હતી. ચીનમાંથી સસ્તા ભાવે લસણ લઈને ભારતમાં મોંઘા ભાવે વહેંચીને લોકો સુધી પહોંચાડવાનું આખું ષડયંત્ર ખલ્લું પડ્યું છે ત્યારે આ ષડયંત્ર કોને કર્યું ? ગોંડલ માર્કેટિંગ યાર્ડ સુધી લસણ કઈ રીતે પહોંચ્યુ તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. આ મામલે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ કેન્દ્ર અને રાજ્ય સરકારને જાણ કરી છે.
વિરોધ કરી રહેલા વેપારીએ શું કહ્યું ?
આ મામલે વિરોધ કરી રહેલા ગોંડલના વેપારીએ જણાવ્યું હતુ કે, ચાઈનીઝ લસણ વાયા અફઘાનિસ્તાન થઈને ભારતમાં ઉછાળવામાં આવે છે અને ચાઈનીઝ લસણના કારણે ભારતના ખેડૂતોને આર્થિક નુકસાન થાય છે ત્યારે સરકારે આ મામલે યોગ્ય પગલાં લેવા જોઈએ, હાલ લસણના સારા ભાવ મળી રહ્યા છે હાલ લસણની બજારમાં એક મણ લસણના રૂપિયા 4,000 થી 5,000 જેટલો ભાવ મળે છે રાજકોટ યાર્ડમાં દરરોજ 1200 કરતાં વધારે લસણની બોરીઓ હરાજીમાં આવે છે.
ચાઈનીઝ લસણના જથ્થા અંગે અલ્પેશ ઢોલરિયાએ શું કહ્યું ?
આ અંગે માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ કહ્યું હતુ કે, વેપારીઓને ધ્યાને આવ્યું કે આ ચાઈનીઝ લસણ છે, અને દેશમાં પ્રતિબંધિત છે, તો અમે તરત જ ચાઈનીઝ લસણને ગોડાઉનમાં મુકી દીધું છે. આ લસણ માર્કેટયાર્ડમાં વેચવાની મનાઈ કરવામાં આવી છે. આ માર્કેટિંગ યાર્ડ ખેડુતોનું માર્કેટયાર્ડ છે. લસણ બહારથી આવે તો ખેડૂતોને નુકસાન જાય. તેટલા માટે આ લસણને જપ્ત કરવામાં આવ્યું છે. અમે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરીશું કે બહારથી આવતું લસણ બંધ કરવામાં આવે અને જેણે મોકલ્યું હોય તેવા આરોપીઓને સજા કરવામાં આવે. માર્કેટિંગ યાર્ડમાં લસણ ઉપલેટાથી મોકલવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Kolkata Rape Murder Case: સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ પણ ડૉક્ટરોએ હડતાળ પાછી ન ખેંચી, જાણો ડોક્ટરોએ શું કહ્યું