જે કીટલીઓ ગરમ છે તે શાંત થઈ જવી જોઈએઃ CM Bhupendra Patel

June 14, 2024

Anand: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Pate) હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. આજે મુખ્યમંત્રીએ પહેલા ખેડા પ્રાંત કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.સાથે જ અધિકારીઓ સમયસર ઓફિસ પહોંચે છે કે નહિ ? પ્રાંત કચેરીમાં કામગીરી બરોબર થાય છે કે નહિ તે માટે પણ સમીક્ષા કરી હતી.સાથે જ ખેડામાં જનસુવિધા અધિકારી લોકોના પ્રશ્નોના નિકાલ કાઢે છે કે નહિ તેની પણ ચકાસણી કરી હતી. ત્યારે ખેડા બાદ તેઓએ આણંદની મુલાકાત પણ લીધી હતી.આ દરમિયાન મુખ્યમંત્રીએ સ્થાનિકોની રજૂઆતો-પ્રશ્નો સાંભળ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને મોટુ અને સૂચક નિવેદન આપ્યું છે.

Anand માં દાદાનું અધિકારીઓને સૂચક નિવેદન

આણંદમાં મુખ્યમંત્રીએ સારસા ગામના લાભાર્થીઓને લાભોના ચેક અને સાધનસહાયનું વિતરણ કર્યું આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુબ જ મોટુ અને સૂચક નિવેદન આપ્યું છે , મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘અમે કલેક્ટર કચેરી જઈશું, કીટલીઓ ગરમ છે તે શાંત થવી’ આમ દાદાએ ઈશારામાં જે કામ ન કરનારા અને ભષ્ટ્ર અધિકારી તેમને મોટો સંકેત આપ્યો છે.

તંત્રની સાહેબ શાહી દાદાનું ઓપરેશન શરુ થાય તેવા સંકત

રાજકોટના અગ્નિકાંડને પણ મુખ્યમંત્રીએ ગંભીરતાથી લીધી છે.ગઈ કાલે પણ મુખ્યમંત્રીએ અધિકારીઓને ટકોર કરી હતી. ત્યારે આજે આણંદમાં મુખ્યમંત્રીએ ખુબ જ મોટુ અને સૂચક નિવેદન આપ્ય છે. દાદાએ ઈશારામાં જે કામ ન કરનારા અને ભષ્ટ્ર અધિકારી તેમને મોટો સંકેત આપ્યો છે.અનેક વાર રાજ્યમાં અધિકારીઓ સામે ફરિયાદ આવી ચુકી છે. ત્યારે હવે તંત્રની સાહેબ શાહી દાદાનું ઓપરેશન શરુ થાય તેવા સંકત મળ્યા છે.

આ પણ વાંચો : Gandhinagar : ભાજપના નેતાની ટોલ ટેક્ષના કર્મચારીઓ સાથે ઝપાઝપી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Read More

Trending Video