chhotaudepur: કવાંટ તાલુકાના નાની ઝારોઈ ગામની શાળાનું મકાન છેલ્લાં છ વર્ષથી જર્જરિત, બાળકોએ કાલી ઘેલી ભાષામાં મુખ્યમંત્રીને કરી રજુઆત

July 11, 2024

chhotaudepur: પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા જેવા સ્લોગન (Padhega India to Badhega India) સાથે સર્વ શિક્ષા અભિયાન મિશન (Sarva Shiksha Abhiyan mission) અંતર્ગત બાળકો અભ્યાસ કરી ભવિષ્યનું નિર્માણ કરે તે માટે ગુજરાત સરકાર (Gujarat government) વિશેષ ભાર મુકે છે જો કે આ સ્લોગન માત્ર કાળઘ પર જ જોવા મળી રહ્યા છે. કારણ કે, છેવાળાના ગામો સુધી તો સરકાર શિક્ષણ (education) પણ પુરુ પાળી નથી શકતી આજે ગુજરાતના અનેક ગામડાઓમાં શિક્ષણની સ્થિતિ દયનીય જોવા મળી રહી છે. ત્યારે આવી જ એક ઘટના છોટાઉદેપુરમાંથી (chhotaudepur) સામે આવી છે જેમાં છોટાઉદેપુર જિલ્લાના દુર્ગમ વિસ્તારોમાં શિક્ષણની દયનીય સ્થિતિ હોય તેવી વરવી વાસ્તવિકતા સામે આવી છે. છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નાની ઝારોઈ ગામની પ્રાથમિક શાળાનું મકાન છેલ્લાં છ વર્ષથી જર્જરિત હાલતમાં હોવાના કારણે બાળકો ખાનગી મકાનમાં અભ્યાસ કરી રહ્યા છે.

નાની ઝારોઈ ગામની શાળાનું મકાન છેલ્લાં છ વર્ષથી જર્જરિત

પ્રાપ્ત જાણકારી મુજબ નાની ઝારોઇ ગામમાં ધોરણ 1 થી 5 ની પ્રાથમિક શાળાનું મકાન છેલ્લાં છ વર્ષથી જર્જરિત હાલતમાં હોવાના લઈને બાળકોને શાળામાં બેસવાનું બંધ કરી મધ્યાહન ભોજન સંચાલકના ખાનગી મકાનમાં બેસાડવામાં આવે છે. છ વર્ષથી શાળાનું મકાન જર્જરિત હાલતમાં હોવાના કારણે ગામનાં બાલ વાટિકાથી ધોરણ 5 સુધીના બાળકો છ વર્ષ થી જુદા જુદા ખાનગી મકાનમાં અભ્યાસ કરી રહ્યાં છે, આ ગામના બાળકોની શાળાની ભલે છત નથી પણ બધાજ વિદ્યાર્થીઓ ભણવામાં પણ હોશિયાર છે ત્યારે બાળકો પણ રાજ્યના મુખ્યમંત્રીને કાલી ઘેલી ભાષામાં શાળાના મકાનનું મકાન બનાવી આપવાની માંગ કરી છે.

આ પણ વાંચો : Ahmedabad: કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારાના કેસમાં કોંગ્રેસના પાંચેય કાર્યકરોના જામીન નામંજૂર, જાણો કોર્ટે શું કહ્યું

Read More