Chhotaudepur : શાળાના ઓરડા જર્જરિત બનતા બાળકો પતરાના શેડ નીચે બેસી અભ્યાસ કરવા મજબૂર

August 1, 2024

Chhotaudepur : રાજ્ય સરકાર (Gujarat government) દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સુવિધાસભર શિક્ષણ (Education) મળે તે માટે કરોડો રુપિયા ખર્ચતી હોવાના દાવા કરવામાં આવે છે. પણ આદિવાસી વિસ્તારોમાં (Tribal areas) શિક્ષણની વ્યવસ્થાની (Education system) કથળતી હાલતના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે આજે ફરી એક વાર આવોજ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લાના નસવાડી (Naswadi) તાલુકાના ખાપરીયા ગામે (Khaparia village) શાળાના ઓરડા જર્જરિત (room is dilapidated) બનતા 124 બાળકો શાળાના ઓટલા ઉપર પતરાના શેડ નીચે બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ચોમાસામાં વરસાદી પાણીથી બાળકોને બચાવવા માટે આજુબાજુ પ્લાસ્ટિક મારી શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે ત્યારે રાજ્યામાં આધુનિક યુગમાં આદિવાસી બાળકો સુવિધાઓથી આજે પણ વંચિત હોવાનું સામે આવ્યું છે.

ખાપરીયા ગામે બાળકો પતરાના શેડ નીચે બેસી અભ્યાસ કરવા મજબૂર

પ્રાપ્ત જાણકારી મુજબ નસવાડી તાલુકાના ખાપરીયા ગામે ધોરણ 1 થી 8 પ્રાથમિક શાળા આવેલી છે જેમાં 124 બાળકો અભ્યાસ કરી રહ્યાં છે જેમાં જૂની શાળાના 7 ઓરડા જર્જરિત થતા તંત્ર દ્વારા બાળકોને શાળાના ઓરડામાં બેસાડવા નહિની સૂચના આચાર્યને આપતા છેલ્લા ઘણા સમયથી આચાર્ય પ્રાથમિક શાળાનો એક ઓરડો નવો બનેલો છે તેની સામે 8 ધોરણના વિધાર્થિનીઓને ક્યાં બેસાડવા તે પ્રશ્નો ઉભો થતા શાળાના આચાર્યએ જે ઓરડો સારો છે તેના કેમ્પસમાં પતરાના શેડ નીચે ધોરણ 4,5,6,7 આમ 4 વર્ગોના બાળકોએ બેસાડવામાં આવી રહ્યા છે જયારે ધોરણ 8 ના બાળકોને પ્રાથમિક શાળાના ઓટલા ઉપર બેસાડવામાં આવે છે જયારે શિક્ષકને બેલ્ક બોર્ડ ઉપર લખવા માટે પણ જગ્યાનો અભાવ રહે છે જયારે ઓટલા ઉપર ભણતા બાળકોને પંખાની સુવિધા નથી જયારે પતરાના શેડ નીચે અભ્યાસ કરતા બાળકોને ચોમાસાના ટાણે વરસાદ પડે ત્યારે પાણી ચોપડા સહીત વસ્તુઓ ઉપર ના લાગે તે માટે આસપાસ પ્લાસ્ટિક મારવામાં આવ્યું છે જયારે ભારે વરસાદ પડે ત્યારે બાળકો ભીના થઇ જાય છે જયારે જે પ્લાસ્ટિક મારવામાં આવ્યું છે તેમાથી પણ પાણી ટપકે છે આવી સ્થિતિમાં આદિવાસી બાળકો અભ્યાસ કરવા મજબુર બન્યા છે.

આદિવાસી વિસ્તારમાં વિકાસના દાવાઓ પોકળ

સરકાર આદિવાસી વિસ્તારનો વિકાસ કર્યોનો ગાણું ગાય છે પરંતુ આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક શાળાએ એક શિક્ષણનું પ્રથમ પગથિયું છે અને શાળાના ઓરડામાં બેસીને અભ્યાસ કરે તે પ્રાથમિક સુવિધા પણ સરકાર પુરી પાડે શક્તિ નથી જયારે આદિવાસી બાળકો ઓટલા ઉપર બેસીને અભ્યાસ તો કરે છે પરંતુ તેઓની દયનીયા સ્થિતિ છે સરકાર એક તરફ કહે છે કે ભણેલી દીકરી એક પેઢી તારે જયારે સો ભણે સો આગળ વધે પરંતુ આદિવાસી વિસ્તારમાં આદિવાસી બાળકોને આવી રીતના શિક્ષણ મળી રહ્યું છે જયારે ઉત્સવોમાં કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે તે ગ્રાન્ટ શાળાના ઓરડા માટે ફાળવવામાં આવે તો બાળકોને પાયાનું શિક્ષણ સારું મળે પરંતુ આદિવાસી વિસ્તારની ચિંતા કરનારી સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ આ શાળાની મુલાકાત લઇ નવા ઓરડા બનાવી આપે તે જરૂરી બન્યું છે.

આદિવાસી વિસ્તારના  બાળકો પ્રાથમિક સુવિધાઓ કેમ છે વંચિત ?

મહત્વનું છે કે, રાજ્ય સરકાર દ્વારા દાવાઓ કરવામા આવે છે તેઓ આદેવાસી વિસ્તારમાં વિકાસ માટે કામ કરે છે પરંતુ આ  પ્રકારના કિસ્સાઓ સરકારના આ દાવોને પોકળ સાબિત કરે છે. ત્યારે સરકારને કેમ આદિવાસી બાળકોના અભ્યાસની કોઈ ચિંતા નથી.  આદિવાસી વિસ્તારના બાળકોને સરકાર પ્રાથમિક સુવિધાઓ પણ કેમ પુરી પાડી શકતી નથી.

આ પણ વાંચો : Gujarat Rain Updates : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં વરસાદ, જાણો રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ કેટલો વરસાદ પડ્યો

Read More

Trending Video