Chhotaudepur : કુદરતી આફતે તંત્ર અને અધિકારીઓની પોલ ખોલી!છોટાઉદેપુર જિલ્લામાં વધુ એક બ્રિજને નુકશાન

August 27, 2024

Chhotaudepur :આખા ગુજરાતમાં ભારે વરસાદના (heavy Rain) કારણે પુરની સ્થિતિ નિર્માણ પામી છે. વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે દર વખતની જેમ આ વખતે પણ આ આફતે તંત્રને પોલ ખોલી નાખી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવા, ભુવા પડવા , પુલ તુટવા સહિતની ઘટનાઓ સામે આવી રહી છે.જેથી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.ત્યારે છોટાઉદેપુરમાંથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં ફરી ફરી છોટાઉદેપુર નજીક ઓરસંગ નદી પરના બ્રિજ ઉપર ભૂવો પડતા તંત્રની પોલ ખુલી ગઈ છે ત્યારે આ અંગે જાણ થતા સાંસદ જશુભાઈ રાઠવા બ્રિજ પર પહોચી જવાબદાર વિભાગોને સૂચિત કર્યા હતા. ત્યારે છોટાઉદેપુરમાં ભ્રષ્ટાચારી અધિકારીઓના કારણે આવી ઘટનાઓ સામે આવી રહી છે પંરતુ તેમની સામે કાર્યાવાહી કરવામા આવતી નથી જેથી ભ્રષ્ટાચારી અધિકારીઓ લોકોના જીવની પણ ચિંતા કરતા નથી.

છોટાઉદેપુર જિલ્લામાં વધુ એક બ્રિજને નુકશાન

ગઈ કાલે છોટાઉદેપુરમાં શિહોદ બ્રિજ તૂટવાનો મામલો સામે આવોય હતો જેમાં બ્રિજ તૂટ્યોઅને ડાયવર્ઝન પણ તૂટી જતાં રસ્તો બંધ કરવામા આવ્યો હતો. પુલ તુટતા ત્યાના લોકોને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ૩૫ કિમી ફરવાનો વારો આવ્યો હતો. આ ઘટના અંગે જાણ થતા સાંસદ, ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર , એસપી, ડીડીઓ, નેશનલ હાઇવેના અધિકારીએ બ્રિજની મુલાકાત લીધી હતી અને વહેલીતકે સમસ્યાનું નિરાકરણ લાવવાં કલેક્ટરે બાહેધરી પણ આવી હતી ત્યારે માત્ર 24 કલાકમાં છોટાઉદેપુરમાં બીજી આવી ઘટના સામે આવી છે. આજે છોટાઉદેપુર નજીક ઓરસંગ નદી પરના બ્રિજ ઉપર ભૂવો પડ્યો છે. નેશનલ હાઇવે 56 ઉપર સ્થિત આ બ્રિજ પર ભુવો પડ્યો છે.

શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે ?

ત્યારે ઘટનાને પગલે સાંસદ જશુભાઈ રાઠવા બ્રિજ પર પહોચી જવાબદાર વિભાગોને સૂચિત કર્યા હતા પરંતુ વારંવાર આ પ્રકારની ઘટના સામે આવી રહી છે છતા પણ યોગ્ય કાર્યવાહી કેમ કરવામા નથી આવી રહી ? સરકાર કરોડો રુપિયા ખર્ચે છે બ્રિજ અને રોડ રસ્તાઓ ઉપર. તો પછી કોના પાપે આ કરોડો રુપિયા પાણીમાં વહી જાય છે? ભ્રષ્ટાચારી તંત્રના પાપે ફરી એક નવો બ્રિજ તુટવાના આરે છે ત્યારે છોટાઉદેપુર નજીકના બ્રિજને નુકશાનથી લોકો ભયભીત છે. ત્યારે છોટાઉદેપુરના સાંસદ સ્થળની મુલાકાત લે છે અધિકારીઓને સુચના આપે છે છતા પણ કેમ આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે ? અને જો આવી ઘટનાઓ સામે આવે છે તો સામે જે પણ જવાબદાર અધિકારીઓ હોય તેની સામે કાર્યવાહી કેમ નથી થાતી ? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે ?

આ પણ વાંચો :  Surendrnagar : વરસાદે બગાડી લોકમેળાની મજા, ભારે વરસાદને કારણે સુરેન્દ્રનગર અને વઢવાણના લોકમેળાની મંજુરી રદ્દ

Read More

Trending Video