ChhotaUdepur : અધિકારીઓ હવે ભાજપના સાંસદોને પણ ગાંઠતા નથી ! જશુ રાઠવાનો પત્ર વાયરલ થતા કોંગ્રેસે મુદ્દાને આપ્યો રાજકીય રંગ

September 23, 2024

ChhotaUdepur : ગુજરાતની રાજનીતિમાં રોજ અવનવા રંગ જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં અધિકારી રાજ ચાલે છે અને ચૂંટાયેલા પ્રતિનિધીઓનું તો કંઈ ચાલતું જ નથી. હવે અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધીઓનું સાંભળતા પણ ન હોય તેવું જોવા મળી રહ્યુ છે. ત્યારે છોટાઉદેપુરના (ChhotaUdepur) ભાજપના સાંસદ (BJP MP) જશુ રાઠવાએ (Jashu Rathwa) એક પત્ર લખીને અધિકારીઓ સમયસર જવાબ ના આપતા હોવાનો કલેક્ટરને પત્ર લખી હૈયાવરાળ ઠાલવી હતી. ત્યારે આ પત્ર વાયરલ થતા કોંગ્રેસે તેને રાજકીય મુદ્દો બનાવી દીધો છે.

ChhotaUdepur MP Jashu Rathwa wrote a letter
ChhotaUdepur MP Jashu Rathwa wrote a letter

જશુ  રાઠવાનો પત્ર વાયરલ થતા કોંગ્રેસે તેને રાજકીય મુદ્દો બનાવ્યો

છોટાઉદેપુર સાંસદ જશુ  રાઠવાએ કલેકટરને પત્ર લખ્યો હતો અને સાંસદ દ્વારા કરાયેલા પ્રશ્નોનો જવાબ જે તે વિભાગ દ્વારા સમયસર મળતા નથી અને જે જવાબ અપાય છે તે અધૂરી માહિતિવાળા હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો તેમણે વિભાગ દ્વારા સમયસર જવાબ ન મળવાના કારણે સંકલન મિટિંગ અભ્યાસ વિના જવું પડતું હોવાની રજૂઆત કરી હતી ત્યારે સાંસદ જશુ રાઠવાના અધિકારીઓ સમયસર જવાબ ના આપતા હોવા બાબતે કલેક્ટરને લખેલ પત્ર વાયરલ થતા કોંગ્રેસે તેને રાજકીય મુદ્દો બનાવ્યો છે, કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી સાંસદની તરફેણ કરી છે.

Chhota Udepur

કોંગ્રેસે વાયરલ પત્રને ટાંકી ભાજપ સરકાર અને પ્રશાસન પર કર્યા આકરા પ્રહારો

છોટાઉદેપુર સાંસદ જસુ રાઠવાએ કલેક્ટરને પત્ર લખી જુદા જુદા વિભાગના અધિકારીઓ સંકલન બેઠક માટે પૂછવામાં આવતા પ્રશ્નોનો સમયસર જવાબ ના આપતા હોવાની રજૂઆત કરી. જે પત્ર વાયરલ થતા કોંગ્રેસ આ બાબતને રાજકીય રંગ આપ્યો છે. કોંગ્રેસના આગેવાનો આજે જિલ્લા કલેક્ટર કચેરી જઈ આવેદન પત્ર પાઠવી પ્રજાના હિતમાં સાંસદને અધિકારીઓ દ્વારા સમયસર જવાબ આપવા રજૂઆત કરી હતી. કોંગ્રેસ દ્વારા વાયરલ પત્રને ટાંકી ભાજપ સરકાર અને પ્રશાસન પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યારે આ મામલે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે કોંગ્રેસે આ મામલે ભાજપના સાંસદનો પક્ષ લીધો છે. ત્યારે સવાલ તે થાય છે વિપક્ષનું કોઈ સાંભળતુ નથી તેતો અનેક વાર જોવા મળે છે પરંતુજો અધિકારીઓ સત્તાધારી પક્ષના સાંસદોનું પણ ન સાંભળતા હોય તો સામાન્ય જનતાની તો શું વાત કરવી ? ત્યારે હવે આમાં કોંગ્રેસે પણ ઝંપલાવતા આમાં શું નવા રંગ ઉમેરાય છે તે જોવું રહ્યું…

આ પણ વાંચો :  છત્તીસગઢમાં આકાશી આફત વરસી ! વીજળી પડવાથી 4 બાળકો સહિત 8 લોકોનાં મોત

Read More

Trending Video