સરકારી કચેરીઓમાં નાનામાં નાનું કામ કરવા માટે પણ પૈસા ચૂકવવા પડે છે : Chaitar Vasava

July 16, 2024

MLA Chaitar Vasava : સરકારી કામોમાં થતા ભ્રષ્ટાચાર (corruption ) મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava)ફરી એક વાર મેદાનમાં આવ્યા છે. ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા છોટાઉદેપુર  (Chhotaudepur) જિલ્લાના કાર્યકર્તાઓની મુલાકાતે પહોંચ્યા હતા આ દરમિયાન નસવાડી (Naswadi) તાલુકામાં સરકારી કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનાં ચૈતર વસાવાએ આક્ષેપ કર્યા છે. ચૈતર વસાવાએ કહ્ચું કે,નસવાડી તાલુકાનાં વિસ્તારોમાં જે રોડ રસ્તા અને નાળા બન્યા છે.તે પહેલા જ વરસાદે તુંટી ગયા છે. કયાંક ને કયાંક અધિકારીઓ અને સ્થાનિક નેતાઓની મિલીભગતનાં કારણે રોડ રસ્તાઓમાં ખાડા પડ્યા છે, તાલુકા પંચાયત કે મામલતદાર કચેરીમાં નાનામાં નાનું કામ કરવા માટે પણ પૈસા ચૂકવવા પડે છે. ચૈતર વસાવાના આક્ષેપથી ભારે ખળભળાટ વ્યાપ્યો છે.

નસવાડી તાલુકામાં સરકારી કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનાં આક્ષેપ

ચૈતર વસાવાએ કહ્યું કે, આ વિસ્તારમાં જે રોડ રસ્તા બન્યા છે પહેલા જ વરસાદમાં તેનું ધોવાણ થઈ ગયું. અને નાળાઓ તૂટી ગયા છે ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે, આટલા કરોડોના ખર્ચે રસ્તાઓ બનતા હોય પણ આ ભ્રષ્ટાચારના ખાડાઓ વર્ષમાં પડે ત્યારે તેમાં ક્યાંકને ક્યાંક અધિકારીઓ અને સ્થાનિક નેતાઓની મીલીભગત હશે તો જ આવું બનતુ હશે તેવું લાગે છે. નલ સે જલની પણ ફરિયાદો આવી છે પાણી નથી મળતા. સાથે સાથે જાતીના દાખલા હોય કે, આવકના દાખલા હોય કે, તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં નાનામાં નાનું કામ કરવા માટે પણ પૈસા ચુકવવા પડે છે ત્યારે તેના પરથી પણ આપણે કહી શકીએ છીએ કે, અહીયા ભ્રષ્ટાચાર પણ ખુબ વધુ છે.

પેટાચૂંટણીમાં જીત મેળવવા કમર કસી

વધુમાં તેમણે કહ્યું કે, અમે અમારા સંગઠનના તમામ લોકોને આગ્રહ કર્યો છે કે, લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરે અને સંગઠન નિર્માણ કરે જેથી આવનારી તાલુકા પંચાયતોની ચૂંટણીઓમાં અમે અહીંયા સારી બેઠકો મેળવી શકીએ,અને સત્તામાં આવીએ જેથી કરીને અહીંના લોકોના પ્રશ્નોને વાચા આપી શકીએ.

આ પણ વાંચો : Bhavnagar : સરદાર પટેલ સ્કૂલમાં અભ્યાસ કરતી કેટલીક બાળાઓની તબિયત લથડી, સ્કૂલ સંચાલકો પર પરિવારજનોએ લગાવ્યો આક્ષેપ

Read More

Trending Video