Chhotaudepur: દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચોથના દિવસે ગણેશ ચતુર્થી (ganesh chaturthi) ઉજવાય છે. ગણેશ ચતુર્થીના દિવસે પંડાલોમાં અને મંદિરોમાં ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે અને તેમની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આજે ભક્તો ધામધૂમથી વાજતે ગાજતે ગણપતિને ઘરે લાવતા હોય છે. ત્યારે છોટાઉદેપુરમાં (Chhotaudepur) પણ ગણેશ ચતુર્થીની ધામધૂમથી ગણશજીની સ્થાપના કરવામા આવી રહી હતી ત્યારે આ દરમિયાન બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
ગણેશજીની સ્થાપના માટે ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત
મળતી માહિતી મુજબ ગણેશ ચતુર્થીના દિવસે છોટાઉદેપુરમાંથી એક કરુણ ઘટના સામે આવી છે. જેમાં ગણેશજીની સ્થાપના માટે ડી.જે સાથે ગયેલા કિશોરને વીજ કરંટ લાગતા તેનું મોત નિપજ્યું છે. ડભોઈ પર બાઇકના શો રૂમ પાસે આ ઘટના બની હતી. મૃતક કિશોર નવીનગરીમાં રહેતો શિવમ બારીયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે કિશોરના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે. જે બાદ બોડેલી પોલીસે પરિવારના નિવેદન લઈ તપાસ શરુ કરી છે. યુવાન દિકરાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો : Manipur Violence: મણિપુરમાં ફરી હિંસા ભડકી,કુકી-મેઇતેઈ સમુદાયો વચ્ચે ગોળીબાર, 5ના મોત, અન્ય ઘાયલ