Chhota Udepur : નસવાડીમાં ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપના બે જૂથ આમને સામને, મેન્ડેટવાળા ઉમેદવારની થઇ જીત

August 8, 2024

Chhota Udepur : ભાજપમાં અંદરો અંદરનો જૂથવાદ હવે ખુલીને બહાર આવ્યો છે. પહેલા પણ આપણે જોયું હતું કે જ્યારે ઇફકોની ચૂંટણીમાં ભાજપ (BJP)ના બે જૂથ આમને સામે આવ્યા હતા. અને હવે છોટાઉદેપુર (Chhota Udepur) જીલ્લાના નસવાડી તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી (Election)માં ભાજપના બે જૂથ દ્વારા ઉમેદવારી નોંધવામાં આવી હતી. જે દેખાડે છે કે ભાજપમાં જૂથવાદ હવે વકરીને બહાર આવ્યો છે.

નસવાડી (Naswadi) તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના બે જૂથ ઉમેદવારી નોંધાવતા એક જૂથની હાર થતા ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારની જીત થઇ. જયારે મામલતદારની અધ્યક્ષતામાં આંગળી ઉંચીને મતદાન કરતા ભાજપનું વિરોધી જૂથે બેલેટ પેપરથી મતદાન કરવાની માંગ કરતા મામલતદાર તે માંગણીના સંતોષતા લેખિતમાં વાંધો આપવા છતાંય મતદાન કરાવતા મામલો ગરમાયો હતો.

Chhota Udepur

નસવાડી એપીએમસી ખાતે નસવાડી મામલતદારની અધ્યક્ષતામાં નસવાડી તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાં ભાજપમાં જૂથવાદ થતા ભાજપના મેન્ડેટવાળું એક જૂથ અને બળવાખોર એક જૂથ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. ત્યાર બાદ ફોર્મની ચકાસણી કરી અને મતદાન કરાવવા માટે મામલતદાર દ્વારા આંગળી ઉંચી કરીને મતદાન કરવા માટે સભ્યોને સૂચના આપી હતી. જેમાં ભાજપના મેન્ડેટવાળા પ્રમુખ તરીકે મહેશ ભીલ અને ઉપપ્રમુખ તરીકે સુભાષ રાઠવાને 9 સભ્યોમાંથી 5 સભ્યોએ મત આપતા વિજય થયો હતો. જયારે ભાજપનું વિરોધી જૂથના સભ્ય પ્રમુખ પદ માટે ચીરાયુ પટેલને ચાર મત અને ઉપપ્રમુખના ઉમેદવારને પણ 4 મત મળતા વિરોધી જૂથની હાર થઇ હતી. મતદાન પેહલા વિરોધી જૂથે મામલતદારને બેલેટ પેપરથી ગુપ્ત મતદાન કરાવવા માટે રજૂઆત કરીને લેખિતમાં વાંધો આપ્યો હતો. સહકારી ક્ષેત્રમાં નિયમ છે કે બેલેટ પેપરથી મતદાન કરાવવું પરંતુ મામલતદારે આ વાંધો ઠુકરાવી દીધો હતો.

Chhota Udepur

જયારે હારેલા ઉમેદવારે આક્ષેપ કર્યો હતો કે નિયમોનું પાલન ચૂંટણીમાં થયું નથી અને સત્તાના જોરે ચૂંટણી ભાજપ ઈશારે ગેરબંધારણ રીતે ચૂંટણી થઇ છે. જયારે ચૂંટણી અધિકારી તરીકે મામલતદારના જણાવ્યા મુજબ દરેક જગ્યા ઉપર આવી ચૂંટણીઓમાં આંગળી ઉંચી કરીને મતદાન કરવામાં આવે છે. હાલ તો ચૂંટણી શાંતિપુણ રીતે સંપન્ન થઇ છે. જયારે ભાજપના મેન્ડેટવાળી પેનલ જીતતા 17 વર્ષ પછી એક હથ્થુ સાશનનો અંત આવ્યો છે. અને તાલુકા ખરિદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં પ્રથમવાર મતદાન થયું છે. અને આદિવાસી સમાજના લોકોને પહેલીવાર પ્રમુખ પદની ગાદી મળતા વિસ્તારમાં ખુશીને લહેર છવાઈ છે. હવે આ મામલે ભાજપ વિરોધી જૂથ સામે પગલાં ભરવા માટે તાલુકા ભાજપ પ્રમુખે જિલ્લા ભાજપ પ્રમુખને રિપોર્ટ કર્યો છે.

આ પણ વાંચોOlympic 2024 : અમન સહેરાવતની સેમિફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી, 57 કિગ્રા વજન વર્ગમાં સતત બે મેચ જીતી મેળવ્યો પ્રવેશ 

Read More

Trending Video