Chhota Udepur : ગુજરાત સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે. ગામડાના છેવાડાના માણસ સુધી વિકાસ પહોંચી ગયો છે. તેવા ખોટા દાવાઓ કરે છે. પણ આઝાદીના આટલા વારસો થવા છતાં, લોકો સુધી પ્રાથમિક સુવિધાઓ પહોંચી નથી. જેમ કે છેવાડાના ગામમાં સારા રોડ રસ્તા નથી, વીજ કનેક્શન નથી, કે પછી લોકો માટે આરોગ્યની પૂરતી સુવિધાઓ નથી. ત્યારે હમણાં થોડા સમય પેહલા જ છોટાઉદેપુરથી એક ઘટના સામે આવી હતી. જેમાં એક પ્રસૂતા મહિલાનું ગામમાં રોડ-રસ્તો ન હોવાથી તેને જોળીમાં લઇ જવી પડી હતી. અને રસ્તામાં જ મહિલાએ બાળકીને જન્મ આપ્યો અને મૃત્યુ પામી હતી. આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા. અને આટલું થવા છતાં સરકારી તંત્ર જાગ્યું નહોતું. ત્યારે આ ઘટનાના પડઘા હાઇકોર્ટ સુધી પહોંચ્યા અને હાઈકોર્ટે સૂઓમોટો લઈને સરકારને આદેશ કર્યો હતો, કે આ વિસ્તારમાં રોડ બનાવો. હાઇકોર્ટની ટકોર બાદ આ કુંભકરણની જેમ સુતેલી સરકાર હવે જાગી હતી. અને જ્યાં આ ઘટના બની ત્યાં રોડ રોડ-રસ્તા બનાવવા માટે સરકારે 18.50 કરોડના ખર્ચે રોડ મંજુર કર્યો છે.
છોટાઉદેપુરના તૂરખેડા ખાતે 1 ઓક્ટોબરના રોજ પ્રસૂતા મહિલાનું રોડ રસ્તા ના અભાવે મોત થયું હતું. ત્યારે આ આ ઘટના ને લઈને હાઈકોર્ટે સુઓમોટો લઈને 17 ઓક્ટોબર સુધી મુખ્ય સચિવને આ ઘટનાનો રીપોર્ટ રજૂ કરવા કહ્યું હતું. જે બાદ આ સરકારી તંત્ર સફાળું જાગ્યું હતું. અને સરકારના બાંધકામ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે 18.50 કરોડ રૂપિયાના ખર્ચે 9 કિલોમીટરનો રસ્તો મંજુર કરાવ્યો હતો. રોડ મંજુર થયો ત્યારે સ્થાનિક લોકોએ કહ્યું કે, ”સરકારી નેતાઓ ખાલી મોટી મોટી વાતો કરે છે. હજી સુધી ત્યાંના કોઈ પણ અધિકારી કે નેતાએ આ ગામની મુલાકાત લીધી નથી. અમે માનીએ છીએ કે તમે 18.50 કરોડનો ખર્ચ ગામના રસ્તા માટે મંજૂર કર્યો છે અને આશા રાખીએ છીએ, આ ગામમાં સારો એવો રસ્તો પણ બની જશે પરંતુ જો તમે થોડા સમય પહેલા જાગ્યા હોત તો આજે એક બાળકે પોતાની માતા ગુમાવી ના હોત.
દર વખતે કેમ કોઈ દુર્ઘટના બને તો પણ સરકાર જાગતી નથી. અને હાઈકોર્ટે સૂઓમોટો લઈને સરકારને આદેશ કરવો પડે છે, ત્યારે જ સરકાર જાગે છે. શું હવે દર વખતે હાઈકોર્ટે સરકારને તેમની કામગીરીના આદેશ કરશે તો જ સરકાર કામ કરશે? ત્યારે હવે જોવાનું રહ્યું કે સરકાર આ ઘટનાની શીખ લઈને લોકોને ક્યારે પ્રાથમિક જરૂરિયાતો પુરી પાડશે ?
આ પણ વાંચો : AAP Punjab : પંજાબમાં AAP ઉમેદવારની છાતીમાં ગોળી મારી હત્યાનો પ્રયાસ, MLAએ SAD નેતા પર આરોપ લગાવ્યો