Chhota Udepur : ગુજરાત વિશ્વમાં વિકાસના મોડલ તરીકે જાણીતું છે. રાજ્યમાં 24 કલાક વીજળી આપવાના દવાઓ કરવામાં આવે છે. ત્યારે રાજ્યમાં હજુ પણ એવા ગામ છે જ્યાં પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહી નથી. ત્યારે નાના ગામમાં તો વીજ કર્મીઓ તઘલખી વર્તન જ કરતા હોય છે. જેમાં નસવાડી તાલુકાના ખેંદા ગામે 3 મહિનાથી ટ્રાન્સફોર્મર બળી જતા લોકો અંધારામાં જીવવા મજબુર બન્યા છે. મધ્ય ગુજરાત વીજકંપની દ્વારા 3 વાર ટ્રાન્સફોર્મર બદલવામાં આવ્યા. પરંતુ ટ્રાન્સફોર્મર 3 વાર બળી ગયા હોવાનું ગાણું મધ્યગુજરાત વીજકંપની ગાઈ રહી છે. સાથે લોકો વીજ ચોરી કરતા હોવાથી ટ્રાન્સફોર્મર વારંવાર બળી જતો હોવાનો અધિકારીઓનો અનુમાન માટે નવા કનેક્શન માટે લોકો અરજી કરશે તો નવું ટ્રાન્સફોર્મર આપવામાં આવશે તેવું ડેપ્યુટી ઈજનેરનું તઘલખી ફરમાન છે.
નસવાડી તાલુકાના ખેંદા ગામે 400 જેટલા લોકોની વસ્તી છે ત્યારે ખેંદા ગામે ત્રણ માસ થી વીજ પુરવઠો નથી લોકો અંધારામાં જીવી રહ્યા છે. જ્યારે પ્રાથમિક શાળાના બાળકો શાળામાં પંખા વગર અભ્યાસ કરી રહ્યા છે. મધ્ય ગુજરાત વીજકંપનીનું ટ્રાન્સફોર્મર બળી જતાં ગ્રામજનોએ રજૂઆત કરતા મધ્યગુજરાત વીજકંપની ત્રણ વાર ટ્રાન્સફોર્મર બદલીને લગાવે છે. પરંતુ વારંવાર ટ્રાન્સફોર્મર બળી જાય છે. હવે અધિકારીઓ નવું ટ્રાન્સફોર્મરના લગાડતા ગ્રામજનોને હાલ તો અંધારાપટ્ટમાં રહેવાનો વારો આવ્યો છે. મધ્ય ગુજરાત વીજકંપની માં લોકો એ રજૂઆત કરી ત્યારે મધ્યગુજરાત વીજકંપનીના ડેપ્યુટી ઇજેનારે 10 હોર્સ પાવરનું ટી.સી લગાવવામાં આવે છે. જયારે બીજા અન્ય લોકો વીજ ચોરી કરતા હોવાથી ટ્રાન્સફોર્મર બળી જાય છે. જ્યારે ગામમાં ઓછા કનેક્શન છે. માટે ગ્રામજનો વીજ કનેક્શન માટે નવા ફોર્મ ભરે અને વીજ કનેક્શન મેળવે તો જ નવું ટીસી લગાવવામાં આવશે તેવું તઘલખી ફરમાન જારી કરી દીધું છે.
જ્યારે અત્યાર સુધી 10 હોર્શ પાવર નું ટિસી ચાલતું હતું અને ગામમાં કોઈ વીજ ચોરી કરતું નથી તો પણ મધ્યગુજરાત વીજકંપની ના ડેપ્યુટી ઈજનેરના આવા નિર્ણય થી આદિવાસી સમાજ ના લોકો ને અંધારા ઉલેચવાનો વારો આવ્યો છે અને જો વીજ ચોરી કરવામાં આવી રહી હતી ત્યારે અધિકારીઓ શું કરી રહ્યા છે જ્યારે આદિવાસી વિસ્તાર માં લોકોને વીજળી મળે તે માટે સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવે છે લોકો ને મફત મીટર આપવાની યોજના છે ત્યારે ખેંદા ગામાં અધિકારીઓ મનમાણી કરી ટ્રાન્સફોર્મર ના લગાડતા હાલ પ્રાથિમક શાળાના બાળકો, આંગણવાડીના નાના ભૂલકાઓ તેમજ ગ્રામજનો લાઈટ વગર મુશ્કેલી ભોગવી રહ્યા છે અધિકારીઓ પોતાના સત્તાનો પાવર સાઈડ ઉપર રાખી ગ્રામજનોની મુશ્કેલી હલ કરી નવું ટ્રાન્ફોર્મર લગાડી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે
આ પણ વાંચો : Vinesh Phogat : વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર થતા નીતા અંબાણીએ આપ્યું નિવેદન, કહ્યું “વિનેશ મજબૂત વાપસી કરશે”