Chhota Udepur : ગુજરાતમાં હમણાં જ સરકારે મધ્યાહ્ન ભોજનમાંથી નાસ્તો બંધ કરવાની જાહેરાત કરી હતી. અને હવે બાળકોને એક સમય પણ સારું પોષણયુક્ત જમવાનું મળી રહે તે માટે આ જાહેરાત કરવામાં આવી છે. બાળકોને શુદ્ધ અને સાત્વિક ભોજનની જગ્યા પર તમે ગમે તે ખાવા આપશો તે ચાલશે ? એ બાળકો બિમાર પડશે તો જવાબદારી કોની ? જવાબદારીમાંથી છટકતા તો ભાજપ સરકાર અને તેના અધિકારી અને કોન્ટ્રાકટરોને બહુ સારી રીતે આવડે છે. ત્યારે આવો જ એક કેસ છોટા ઉદેપુરમાંથી સામે આવ્યો છે. જ્યાં વિપક્ષના હોબાળા બાદ પુનિયાવાંટ એકલવ્ય મોડેલ શાળામાં ભોજનનો કોન્ટ્રાકટ બદલવામાં આવ્યો.
આદિજાતિ વિભાગની મોડેલ અને રેસિડન્સી 16 શાળાઓમાં ભોજન કોન્ટ્રાક્ટ બદલવામાં આવ્યો છે. પુનિયાવાંટ એકલવ્ય મોડેલ શાળામાં 100 થી વધુ બાળકો બીમાર પડ્યા બાદ મોટી કાર્યવાહી થઈ છે.. જો કે આદિજાતિ મંત્રી સહિત પ્રશાસન દ્વારા ફૂડ પોઈઝનીંગ નહીં પરંતુ વાયરલ ઈન્ફેક્શનને જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું. એટલી હદે આ બધા બેશરમ છે કે કોઈને પોતાના સિવાય કોઈની નથી પડી. કોંગ્રેસ નેતાઓ દ્વારા શાળાની મુલાકાત લેવામાં આવી અને શાકભાજી અને ખાધ સામગ્રી સામે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. જેને લઈ ભોજન કોન્ટ્રાકટ રદ કરવામાં આવ્યો હતો. જેથી આ કોંગ્રેસના નેતાઓ પોતાની જીતનો દાવો કરી આદિજાતિ મંત્રી સહિત ભાજપ અને પ્રશાસન સામે પ્રહાર કરી રહ્યા છે.
વિદ્યાર્થીઓ બીમાર પડ્યા બાદ રાજકીય અખાડો બની હતી પુનિયાવાંટ મોડેલ સ્કૂલ. કોંગ્રેસના સુખરામ રાઠવા, આમ આદમીના ચૈતર વસાવા તો સરકારના આદિજાતિ મંત્રી કુબેર ડિંડોર, જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર, સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજનેદ્રસિંહ રાઠવા, જયંતી રાઠવાએ કરી હતી શાળા કેમ્પસની મુલાકાત પણ લીધી હતી. પણ ક્યાં સુધી આ બાળકોને આ રીતે મારવાનો પ્રયાસ કરવામાં આવશે. કેમ બાળકો આદિવાસી વિસ્તારના છે એટલે. તેમની સાથે કંઈ પણ કરશો તો ચાલશે. કેમ બાળકો સાથે આટલો ભેદભાવ ? જો વિરોધ પક્ષ વિરોધ ન કરે તો તમે કંઈ પણ ચલાવી લો. જ્યાં સુધી તમને કહેવામાં ન આવે ત્યાં સુધી તમે ગમે તે કરો બધુ ચાલે. થોડી તો શરમ કરો. તમે તમારા બાળકોને આવું ખવડવાશો જે તમે આ બાળકોને ખવડાવી રહ્યા હતા. માણસાઈ તો હોવી જોઈએ થોડી. પૈસા માટે આટલું પણ પોતાની જાતને વેંચી ના દેવાઈ. થોડી તો શરમ હોવી જોઈએ. કે આ બાળકો છે જો કંઈ થશે તો તમે તો હાથ ઉંચા જ કરી દેશો.
આ પણ વાંચો : Aravalli Fake SDM : અરવલ્લીના બાયડમાંથી વધુ એક નકલી સરકારી અધિકારી ઝડપાયો, SDM બનીને પોલીસ સાથે છેતરપીંડી કરી