Chhota Udepur : છોટા ઉદેપુરના નસવાડીમાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા મજબુર, જર્જરિત શાળામાં બાળકો કરે છે અભ્યાસ

August 18, 2024

Chhota Udepur : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આદિવાસી વિસ્તારની સમસ્યાઓ આપણી સામે આવતી રહે છે. ગુજરાતના વિકાસની વાતો કરતી સરકાર આદિવાસીઓને પૂરતી પ્રાથમિક સુવિધાઓ પણ આપી અશકય નથી. વિકાસનો વેગ પકડતા ગુજરાતમાં આજે આદિવાસી વિસ્તારમાં પાયાની જરૂરિયાતો કેવી રીતે પહોંચાડી શકાય તેના પર ક્યારેય કોઈ વાત કરવામાં આવતી નથી. ત્યારે આજે આવા જ કંઇક સરકારના કહેવાતા વિકાસની વાતો છોટા ઉદેપુરમાં જોવા મળ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા પ્રાથમિક શાળામાં બાળકો જીવન જોખમે અભ્યાસ કરે છે.

Chhota Udepur

ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધામસીયા ખાતે ધોરણ 1 થી 8 ની પ્રાથમિક શાળા આવેલી છે જેમાં 100 થી વધારે વિદ્યાર્થિઓ અભ્યાસ કરે છે જ્યારે 80 વર્ષ જૂની શાળા હોવાથી જર્જરિત શાળા છે જ્યારે છત ના પતરા કાણા છે. પતરા લગાડવા માટે લાકડાની સાઈજો લગાવવામાં આવેલ છે. તે સડી ગયેલ છે.જ્યારે શાળા માં વાયરીંગ કરવામાં આવેલ છે તે વાયરીંગ ખુલ્લું છે. બાળકોને કરંટ લાગે તેવી સ્થિતિ છે. ફ્લોટિંગ તૂટેલું છે. દીવાલો જર્જરિત હાલતમાં છે. શિક્ષકો ભયના ઓથર હેઠળ બાળકોને અભ્યાસ કરાવે છે. જ્યારે આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક શાળાનું શિક્ષણ મેળવતા બાળકોને ચોમાસામાં છતના પતરામાંથી પાણી ટપકે છે. તેમાં બેસીને અભ્યાસ કરવાનો વારો આવ્યો છે. જ્યારે એક જ ઓરડામાં બે વર્ગખંડ ચાલતા હોવાથી બાળકોને શિક્ષકો પૂરતો સમય આપી શકતા નથી. ત્યારે અવારનવાર છોટાઉદેપુર વિસ્તારમાં આદિવાસી બાળકો ને પડતી હાલાકી ની વાત કરવામાં આવી છે તેમ છતાં સરકાર હજી આ બાળકો સામે જોવા તૈયાર ના હોય એવું જ લાગી રહ્યું છે… ત્યારે આ બાળકોને ક્યારે સારી શાળા મળશે?

આ પણ વાંચોGanesh Gondal : ગણેશ ગોંડલના જામીન અરજી પર હાથ ધરાઈ સુનાવણી, આગામી 22 ઓગસ્ટ કોર્ટ કરશે નિર્ણય

Read More

Trending Video