Chhota Udepur : ગુજરાતમાં સર્વ શિક્ષા અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ શું રાજ્યમાં શિક્ષા આપવા માટે શિક્ષકો હાજર છે ? ગુજરાતમાં શિક્ષણનું સ્તર વધારવાની વાતો કરવામાં આવે છે. પરંતુ બીજી તરફ શિક્ષકોની ઘટ્ટથી હવે રાજ્યની અંતરીયાળ વિસ્તારની શાળામાં વિદ્યાર્થીઓનો અભ્યાસ અટવાયો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના અંતરિયાળ વિસ્તારના એક ગામમાં છેલ્લા એક વર્ષથી પ્રાથમિક શાળાની અંદર શિક્ષકો જ નથી. પ્રાથમિક શાળાની અંદર કાયમી શિક્ષકો ન હોવાને લઈને બાળકોને અભ્યાસ કરવામાં મુશ્કેલી પડી રહી છે.
છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે સરકાર મોટા-મોટા દાવાઓ કરે છે. પરંતુ પ્રાથમિક શાળાઓની અંદર શિક્ષકો ન હોય તો કેવી રીતે શિક્ષણનું સ્તર ઊંચું આવશે. આમ તો સરકાર મોટા મોટા સ્લોગોનો આપતી હોય છે. જેવા કે ભનશે ગુજરાત આગળ વધશે ગુજરાત સૌ ભણે સૌ આગળ વધે સર્વ શિક્ષા અભિયાન બેટી બચાવો બેટી પઢાવો જેવા સ્લોગનો આપે છે. પરંતુ છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આ સ્લોગનો પોકર સાબિત થઈ રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ વજેપુર ગામે વજેપુર એક અને વજેપુર બે પ્રાથમિક શાળા આવેલી છે. જેમાંની વજેપુર બે પ્રાથમિક શાળા એકથી પાંચ ધોરણની આવેલી છે. જેમાં બાલવાટિકા થી લઈને ધોરણ પાંચ સુધી બાળકોની 36ની સંખ્યા આ પ્રાથમિક શાળાની અંદર છે. જ્યારે આ પ્રાથમિક શાળાની અંદર શિક્ષકોની વાત કરીએ તો મહેકમ પ્રમાણે બે શિક્ષકો હોવા જોઈએ.
પરંતુ છેલ્લા બે વર્ષથી આ પ્રાથમિક શાળાની અંદર કાયમી કે રેગ્યુલર શિક્ષકો જ નથી. અગાઉ જે શિક્ષકો હતા તે બદલી કરાવીને જતા રહ્યા હતા. જેને એક વર્ષ વીત્યા છતાં હજુ સુધી આ પ્રાથમિક શાળાની અંદર શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. જ્યારે ગામ લોકોએ વારંવાર કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી હતી. પરંતુ તેઓની કોઈ માંગ સ્વીકારવામાં આવી નથી. જ્યારે આ પ્રાથમિક શાળા નું બિલ્ડીંગ પણ જર્જરિત હાલતમાં છે. એટલે એક જ રૂમમાં બાળકોને અભ્યાસ કરવવામાં આવી રહ્યો છે. અને હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય જેને લઈને આ શાળાની અંદર પાણી પણ ટપકી રહ્યું છે. જ્યારે તંત્ર દ્વારા વજેપુર બે પ્રાથમિક શાળાની અંદર હાલ 15 15 દિવસે એક એક શિક્ષક મૂકવામાં આવ્યો છે. પરંતુ તે પણ રેગ્યુલર ન આવતા બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે. જે સ્કૂલમાંથી શિક્ષકો વજેપુર બે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવવા આવી રહ્યા છે. જે શિક્ષકને રેગ્યુલર જ્યાં ભરતી થઈ હોય તે સ્કૂલમાં પણ બાળકોને અભ્યાસ કરવવામાં મુશ્કેલી પડી રહી છે.
જ્યારે ગામ લોકોના જણાવ્યા પ્રમાણે વજેપુર બે પ્રાથમિક શાળાની અંદર કાયમી શિક્ષક ન હોવાને લઈને બાળકોને ભારે મુશ્કેલી પડી રહી છે. અને અત્યારે બીજી સ્કૂલોમાંથી શિક્ષકો 15-15 દિવસે આવી રહ્યા છે. પરંતુ શિક્ષકો રેગ્યુલર ન આવતા હોવાને લઈને ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને જો શિક્ષકોને ઉચ્ચ કક્ષાએ જો કોઈ કામગીરી સોંપવામાં આવે અને શિક્ષકો તે કામમાં જાય તો તે દિવસે આ પ્રાથમિક શાળાની અંદર શિક્ષક પણ હોતા નથી. અને ખુદ બાળકો અભ્યાસ જાતે કરે છે. અને જે શિક્ષક આવે છે. તે શિક્ષક ચાર્જમાં આવે છે. અને ખુદ ચાર્જમાં આવેલ શિક્ષકો કબુલાત કરી રહ્યા છે. કે બાળકોને જેવો અભ્યાસ આપવો જોઈએ તેવો અભ્યાસ અમે પણ આપી શકતા નથી.
જ્યારે ગામ લોકો તેવું પણ કહી રહ્યા છે. કે વજેપુર ગામની પ્રાથમિક શાળા રામ ભરોસે ચાલતી હોય એવું અમને લાગી રહ્યું છે. જ્યારે ગામ લોકો હવે શિક્ષણ મંત્રી અને તંત્ર પાસે એક જ માંગ કરી રહ્યા છે. કે વજેપુર ગામની બે પ્રાથમિક શાળાની અંદર કાયમી શિક્ષકોની તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. અને જો દિન સાતની અંદર તંત્ર કે શિક્ષણ વિભાગ માંગણી સ્વીકારે નહીં તો ગામ લોકોએ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. અને જો ગાંધીનગર આંદોલન કરવાનું થાય તો ગાંધીનગર પણ આંદોલન કરવાની તેઓએ ચીમકી ઉચ્ચારી છે.
વજેપુર ગામમાં બીજી પણ એક શાળા આવેલી છે. જે શાળા વજેપુર પ્રાથમિક શાળા કહેવાય છે. આ શાળાની અંદર મહેકમ પ્રમાણે ત્રણ શિક્ષકો છે. પરંતુ એ શાળાની અંદર પણ બે જ શિક્ષકો અભ્યાસ કરાવે છે. એટલે એક શિક્ષકની અહીંયા પણ ઘટ્ટ છે. અને આ શાળામાં પણ ઓરડા જર્જરીત હાલતમાં છે. વજેપુર એક પ્રાથમિક શાળાની અંદર એક થી પાંચ ધોરણની શાળા આવેલી છે. જેમાં 62 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ પ્રાથમિક શાળાની અંદર પણ બે ઓરડા જર્જરીત હાલતમાં છે. અને અહીંયા પણ પાણી રૂમની અંદર પડે છે. બાળકોને મુશ્કેલનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હાલ તો શાળાના મુખ્ય શિક્ષિકા અને ગામ લોકો માંગ કરી રહ્યા છે. કે સરકાર અને શિક્ષણ વિભાગ આ બાબતે ગંભીર નોંધ લઈને તાત્કાલિક રીતે કામગીરી કરે અને શિક્ષકોની કાયમી ભરતી કરે તેવી માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Assembly Session : વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન હોબાળો, કોંગ્રેસના 12 ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ