Chhota Udepur માં સરકાર તમારો વિકાસ ગાંડો થયો ! SIRની કામગીરીમાં મહિલા BLO ઝેરોક્ષ મશીન માથે ઊંચકી પહોંચ્યા..

November 24, 2025

Chhota Udepur : દેશ સહીત અત્યારે ગુજરાતમાં SIRની કામગીરી ચાલી રહી છે. અને આ જ SIRની કામગીરીમાં શિક્ષકોને સોંપવામાં આવી છે. શિક્ષકોને BLO તરીકે કામગીરી કરવી પડી રહી છે. સરકારે જે SIRની કામગીરી સોંપી છે તેના કારણે વધુ પડતા કામના ભારણના કારણે પહેલા જ 2 થી 3 શિક્ષકોના જીવ ગયા છે. ત્યારે હવે છોટા ઉદેપુરમાં SIRની કામગીરીમાં જતા BLOને પણ તેટલી જ તકલીફો પડી રહી છે. ખાસ તો નાના વિસ્તારોમાં રસ્તાઓ કાચા હોવાના કારણે પ્રિન્ટિંગ મશીન વગેરે પહોંચાડવું મુશ્કેલ બને છે. જેના કારણે મહિલા BLOએ મશીન પોતાના માથે ઊંચકી અને જવું પડી રહ્યું છે.

નસવાડી તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં આજે પણ કાચા રસ્તા છે, અને SIRની કામગીરીને લઈ મહિલા BLO ઝેરોક્ષ મશીન માથે ઊંચકીને પહોંચ્યા હતા. છોટીઉંમરથી સાંકડીબારી ગામને જોડતો કાચો રસ્તો હજુ પાકો બન્યો નથી. કુપ્પા મતદાન મથકના BLO સાંકડીબારી ગામે SIRની કામગીરી કરવા પહોંચ્યા હતા. મતદારોને એક ઝેરોક્ષ અને ફોટો કોપી કઢાવવા નસવાડી રૂ. 200 ભાડુ ખર્ચ આપવું ન પડે તે માટે BLOએ તેના ભાઈને કામગીરીમાં જોડ્યો. કાચા રસ્તાની તકલીફ જો સરકારી કામગીરી કરનાર BLOને પડી હોય તો આ જગ્યા પર રહેતા લોકો આ કાચા રસ્તાઓ મામલે કેટલી તકલીફ વેઠતા હશે ?

આ વિસ્તારોમાં સભાઓ કરવા મંત્રીઓ અને નેતાઓ પહોંચે છે. પણ જયારે લોકોના વિકાસના કામોની વાત આવે છે ત્યારે તેઓને આ વિસ્તાર યાદ આવતો નથી. અહીંના કાચા રસ્તાઓને કારણે નેતાઓને નહિ પણ સામાન્ય જનતાને ભોગવવું પડે છે. ત્યારે જો સરકારે આ SIRની કામગીરી કરાવવી છે તો પહેલા અંતરિયાળ વિસ્તારમાં વિકાસ તો કરો પછી મોટી મોટી વાતો કરજો.

આ પણ વાંચોRajkot : પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનને આજે 6 મહિના પૂર્ણ, ભાજપ સંગઠનના મોટા નેતાઓ પહોંચ્યા પરિવારને મળવા

Read More

Trending Video