Chhota Udepur : રાજયમાં દિન પ્રતિદિન શિક્ષણ ક્ષેત્રની હાલત વઘુને વઘુ કથળતી બનતી જાય છે. ગુજરાતમાં જ્યાં શિક્ષકો છે, ત્યાં શાળા નથી, જ્યાં શાળા છે, ત્યાં પુરતા શિક્ષકો નથી. અને જે લોકો શિક્ષક બનવા માંગે છે, તેના માટે જ ભરતી નથી. ત્યારે હાલ રાજયમાં એક એવું ગામ પણ છે જ્યાં આ દરેક વસ્તુ છે, પરંતુ શાળા જવા માટે રસ્તો જ નથી. છોટા ઉદેપુરના નસવાડીમાં બાળકો નદી પર આવેલો કોઝ વે પર કરીને શાળાએ અભ્યાસ માટે જાય છે.
નસવાડીમાં શિક્ષકો માટે રસ્તો બનાવો સરકાર
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના રાજપુરા ગામ પાસેથી અશ્વિન નદી પસાર થાય છે. તેના ઉપર પંચાયત માર્ગ મકાન વિભાગની માલિકીનો વર્ષો જુનો કોઝ વે આવેલો છે. તાજેતરમાં વરસાદ પડ્યો ત્યારે કોઝ વે ઉપર પાણી ફરી વળતા બે દિવસથી પ્રાથમિક શાળાએ શિક્ષક ન પહોંચી શકતા શાળાને તાળા વાગી ગયા છે. થોડા દિવસ પહેલા વરસાદ પડ્યો ત્યારે પણ પાંચ દિવસ સુધી ગામ સંપર્ક વિહોણું રહ્યું હતું. તેમજ પંચાયત માર્ગ મકાન વિભાગે આ કોઝ વે તૂટતાં લાખો રૂપિયાનો ખર્ચ કરી રીપેરીંગ પણ કરાવ્યું હતું. પરંતુ ફરી વરસાદ પડતા કોઝ વેના રીપેરીંગની તમામ કામગીરી ધોવાઈ ગઈ છે.
નાસવાડીની આ શાળામાં 20 બાળકો અભ્યાસ કરે છે. જ્યારે પણ વરસાદ આવે ત્યારે આ વિઘાથીઓને રજા આપી દેવામાં આવે છે. કારણ કે શાળામાં જયારે પણ વરસાદ આવે ત્યારે પાણી ભરાઇ જાય છે. શાળામાં પાણી ભરાઇ જવું કે, પછી લોકોના ઘરમાં પાણી ઘુસી જાય એ તો એક સામાન્ય બાબત આ સરકારના રાજમાં બનતી જાય છે. પરતું આ ગામની હાલત એ હદે ખરાબ થઇ છે કે ત્યાં શિક્ષકને શાળાએ પહોંચવા માટે રસ્તો જ નથી. અત્યાર સુધી રાજયમાં રસ્તાઓની હાલત બદથી બદતર થતી જાય છે. દરેક જગ્યાએ રસ્તાઓમાં ખાડા અને ભુવા પડેલા જોવા મળતા હતા. પરતું આ ગામમાં વિકાસ એ હદનો ગાંડો થયો છે કે અહિંયા રોડ-રસ્તા જ નથી.
રાજય સરકાર વિકાસના મોટા દેખાડા કરે છે. પરંતુ આ આદિવાસી ગામોમાંથી આવતા આ કિસ્સાઓ સરકારના વિકાસના પર્દાફાશ કરી દે છે. આ ગામમાં પણ કોઝ વે ઉપર પુલ બનાવી આપવા માટે વર્ષોથી લોકો માંગ કરી રહ્યા છે. પરંતુ વિકાસની ખાલી વાતો કરતી સરકારને આ વાત દેખાતી નથી. તેમજ આ ગરીબ આદિવાસી સમાજના લોકોનું દુઃખ દર્દ જાણવા માટે અધિકારીઓએ હજી સુધી ગામની મુલાકાત પણ નથી લીઘી. ત્યારે રાજયના દાદાને કહેવું છે કે, દાદા વરસાદથી લોકોના ઘર બગડશે તો ચાલશે પરતું જો વિધાથીઓનું શિક્ષણ બગડશે તો આખી પેઢી બગડશે.
આ પણ વાંચો : Kutch : કચ્છમાં ભેદી બીમારીમાં મૃત્યુઆંક ક્યાં જઈને અટકશે ? આરોગ્યમંત્રીએ પણ લીધી લખપત ગામની મુલાકાત