Chhota Udepur : ગુજરાતમાં આધિકારી રાજ ચાલે છે એ વાત સાચી સાબિત થઇ દેખાઈ રહી છે. કારણકે હવે સાંસદ સભ્યને પણ અધિકારીને કોઈ બાબાની રજૂઆત કરવા માટે આજીજી કરવી પડે છે. જે વાત વાત સાબિત કરે છે છોટા ઉદેપુરના સાંસદના પત્રએ સાબિત કર્યું છે. સાંસદે પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે આજીજી કરતો પત્ર લખવો પડે છે.
છોટા ઉદેપુર ના સાંસદ જશુ રાઠવા હમેશા ચર્ચમાં રહેતા હોય છે. જશુ રાઠવા દ્વારા છોટા ઉદેપુર કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્ર એટલે લખવો પડ્યો કે દરેક જિલ્લામાં તેમની જનતાને લખતા પ્રશ્નોને લઈને સંકલન બેઠક મળતી હોય છે તે બેઠકમાં તેમને જે પ્રશ્નો હતા તે પ્રશ્નો અગાઉથી તેમને માર્ગ – મકાન વિભાગના આધિકારીઓને લખ્યા હતા તો સાથે સાથે ખેતીવાડી વિભાગને પણ લહવામા આવ્યા હતા. જેમાં તેમને તેમના પશ્નોના નિરાકરણ માટે જવાબ વહેલા આપવામાં આવે તે માટે આ પત્ર લખવામાં આવ્યા હતા. તે જવાબ વહેલા આપવામાં આવે તેવું આ પત્રમાં આજીજી કરતા હોય તેવું લાગી રહ્યું છે.
માર્ગ-મકાન વિભાગને લખવામાં આવેલા આ પ્રશ્નો…
૧. છોટા ઉદેપુર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગમાં ૩ વર્ષના વાર્ષિક અહેવાલની વિગતો
૨. છોટા ઉદેપુર જિલ્લામ રેલવે ઓવરબ્રિજનું કામ કોને અને ક્યારે આપવામાં આવ્યું, ક્યાં કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું, તેનો પત્ર ક્યારે તૌયાર કરવામાં આવ્યો તે વિગતો,
૩. છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદમાં ક્યાક્યા રસ્તાઓ, પુલ, નદી – નાળા તૂટ્યા છે અને મોટા પૂણ- નાના પુલ તૂટી ગયા છે , ક્ષતિગ્રસ્ત વિસ્તારોની સંપૂર્ણ વિગતો,
જિલ્લા ખેતીવાડી વિભાગને કરેલા પ્રશ્નો
છોટા ઉદેપુર જિલ્લાના લાભાર્થીઓને 50 ટકા થી 100 ટકા સહાયમાં તાડપત્રી, સ્પ્રે પમ્પ, હેન્ડપંપ અને પાવર પંખા વગેરેમાં ક્યાક્યા પ્રકારની કીટોની અરજીઓ આવેલી છે. કેટલી તાલુકાવાર મંજુર કરવામાં આવી છે, અને કેટલી કીટ બાકી રહેલ છે તે સ્માંપૂર્ણ વિગતો માંગવામાં આવી છે.
ત્યારે સંસદ જશુ રાઠવાનો આ પત્ર સાબિત કરે છે કે હજી પણ ગુજરાતમાં અધિકારીઓનું રાજ ચાલે છે અને તેમને તેમનું કામ કરાવવા માટે અધિકારીઓ ને આજીજી કરવી પડશે.
આ પણ વાંચો : Chaitar Vasava : નર્મદામાં ચૈતર વસાવા વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ, AAP ધારાસભ્યની વધુ શકે છે મુશકેલી, જાણો સમગ્ર મામલો